________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી કુટુંબને કલ્પના પણ ન હતી કે વડોદરાની ગાદી તમને મળે. એ કલ્પનાની સ્થિતિ કોણે ઊભી કરી ? ચિંતામણિ પાસે માગીએ, જાણીએ, ઈચ્છીએ ત્યારે મળે. જ્યારે આ ધર્મરત્ન નહીં જાણેલું, નહીં ઈચ્છેલું, ન ચિંતવેલું, પલકારામાં કરી દે છે. હવે પરભવને અગે વાત કરીએ, દેવલેક શી ચીજ, કેમ મળે? તે વિચાર નથી. છતાં ધર્મને પ્રભાવ હોય તે વગર જાણેલી, વગર ઈચ્છલી, વગર માગેલી ધર્મરત્નથી મેળવી શકાય છે. એ નહીં પણ રત્નપ્રાપ્તિનું પણ કારણ કે? આખા જગતને રત્નની ઈરછા છતાં અમુકને જ રત્ન મળે, અમુકને પથરા પણ ન મળે તે કહેવું પડશે કે રત્નપ્રાપ્તિમાં પણ મૂળ ધર્મ જ કારણ છે. ઘર્મને રત્નની ઉપમા કેમ આપી?
એવા ધર્મને રત્નની ઉપમા કેમ દેવાય છે? જે ધર્મ અસંખ્યાત રત્નોને મેળવી આપનાર, આવા ધર્મને રત્ન કેમ ગણે છે? કઈ હીરાને પત્થર કહે છે? હીરારૂપી પત્થર એમ કેઈ કહે તે તેને મૂર્ખ કહીએ છીએ, તે પછી અહીં ધર્મ અને રત્નની વચ્ચે આકાશપાતાલનું આત છે તેવા વખતમાં ધર્મરૂપી રત્ન કેમ કહે છે ? પથરા સાથે ધર્મ સરખાવ તે ધર્મનું અપમાન છે, પણ ઉપદેશ સાંભળનારાને જે ઉત્તમ ચીજ ભાસેલી હોય બીજી ચડિયાતી ચીજ ન હોય ત્યાં ઉપમા કઈ દેવી? ચંદ્રમા પુનમને આસો પુનમની રાત્રે ઉગે ત્યાં કે ? ત્યાં ઉપમા કઈ દેવી? અહીં દર્પણને ચંદ્રની ઉપમા ઘો પણ ચંદ્રને કઈ ઉપમા ઘો? ત્યારે કહે કે ચાટલા જેવ, ચકખા આરીસા અને ચંદ્ર વચ્ચે રાતદિવસનું આંતરૂં છે, પણ બીજે સૌમ્ય ગળ. ચકાટીવાલો પદાર્થ તમારી ધ્યાનમાં નથી, ત્યાં આરીસાની ઉપમા દીધા સિવાય છૂટકો નથી. આ જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મથી ઉતરતે પદાર્થ ધ્યાનમાં આવ્યો હોય તો કેવળ રત્ન. રત્ન સિવાય બીજે પદાર્થ શ્રોતાને જાણવામાં આવ્યો નથી. તેથી અત્યંત આંતરાવાળે પદાર્થ છતાં તેની ઉપમા આપી છે. અર્થાત્ આ ઉપમા શાસ્ત્રકારોએ વાસ્તવિક ગણી આપી નથી, પણ શ્રેતાને તે સિવાય બીજે ઉત્કૃષ્ટ પદાર્થ ધ્યાનમાં નથી આવ્યો. દરિયે ન દેખ્યો હોય તેવા આગળ મોટા તલાવને બડા દરિયો કહેવાય, તેણે જળાશયમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માન્યું હોય તે તળાવ, આ મોટું તળાવ છે. તેના જે દરિયે,