________________
પ્રવચન ૩૪ મું
૩૦૯ કાળથી રખડે છે, નાનાં બચ્ચાંઓ પૈસા આપી ચકડોળ પર બેસી રાજી થાય છે. આ સ્થિર જમીન પર રહેલું હતું, તે કરતાં અસ્થિર ઉપર ગયે. ચક્કર ભમવામાં ગયો છે, તો પૈસા ખરચી આનંદ માન્ય પણ એ બચ્ચાને ભે, સમજુ પિસા ખરચી ચકડોળના ચકાવે આનંદ માને નહીં, તેમ આ જીવ સંસાર ચક્રના ચકડેળે ચડ્યો છે, છોકરો ચકડોળમાં હસે, અાનંદ માને તેમ આ જીવ ચારે બાજુની નારકી, તિર્યંચ દેવતા, મનુષ્યની બેઠકોમાં બેસી આનંદ માને છે. કુતૂહળ હોવાથી બચ્ચાને આનંદ થાય છે, તેમ આ જીવ સંસાર ચક્રમાં ચડ્યો છે, તેમાં જ આનંદ માને છે, પણ બચ્ચાઓ ૧૫-૨૦ આંટા જોરમાં ચાલે તે બિચારાને ચકી આવે છે પણ આ જીવ બચ્ચાં કરતાં પણ ચડ્યો, અનંત કાળ સુધી ચકમાં ચડ્યો છતાં ચકી આવતી નથી, ઘાંચીને બળદ એને એ જગાએ ફરે તે પણ તેને ચકી ન આવે, મનુષ્યને ત્યાં ચકી આવે, કારણ એક જ. આંખે પાટા બાંધેલા હોય તેથી ઘાંચીના બળદને ચકી આવતી નથી. મનુષ્યને આંખ ખોલેલી હોય તેથી ચકી આવે છે, તેમ સંસાર ચક્રની ચકી કેને હોય? મનુષ્યને હોય, જ્યાં સુધી જીવે અજ્ઞાનથી અંધ છે, જ્ઞાન-નેત્ર ખુલ્યાં નથી ત્યાં સુધી સંસાર ચકડળમાં ચકી પામતો નથી. ચકી આવવાનું ક્યા ભવમાં બને ? જ્ઞાન હોય તે ભવમાં, જ્ઞાન કેવળ મનુષ્યભવમાં, મનુષ્યભવ સિવાયમાં જન્મ લે તે માલિકની મજુરી કરવી, પેટમાં ઓરવું, જીંદગી પૂરી થાય કે ચાલતા થવું. ચાહે કૂતરા, ઘેડા, ઉંટ વગેરેને, જ્ઞાનરૂપી ચક્ષુ ખુલવાનો વખત જ કયાં? લાયકાત ક્યાં? કેટલીક વસ્તુઓ લાયકાત ઉપર જ આવે છે. ગાયન ગધેડાને શીખવવા માટે ચાહે જેવો ઉસ્તાદ હોય તો પણ નહીં શીખવી શકે. ગધેડામાં ગાયન શીખવાની લાયકાત નથી, તેમ મનુષ્ય સિવાય બીજા ભવમાં આત્માના ગુણ-અવગુણો, સ્વરૂપ જાણવાની, ગુણે વધારવાની, અવગુણો કાઢવાની શક્તિ જ નથી દેવતા એટલે શિકારે નીકળેલે શહેનશાહ. રખડ્યા જ કરે. મનુષ્યભવ સિવાયના જે ભવે તે ભોમાં જ્ઞાનશકિત એવી નથી, કંઈક જ્ઞાનશકિત જાગે તે પશ્ચિમની કે ઉચેની સીટ પર બેઠેલા હોય તે પણ ચુંબાઈને બેસી રહેવું પડે. જમીનની પાસે બેઠેલા હોય તેને જ ઉતરવાનો વિચાર કામ લાગે, નારકી, તિર્યંચ, દેવભવમાં કદી ભવચક્રથી કંટાળો આવે પણ તે ભવચકડોળમાંથી નીચે ઉતરી શકાય નહીં. ચકડોળમાંથી નીચે ઉતરવું હોય તે નીચેની બેઠકમાં બેઠેલ હો