________________
૩૦૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પણ છાકેલા કરતાં ગાંડ ખરાબ, જે માને બાયડી, બાયડીને મા, શેઠને નોકર, નેકરને શેઠ કહે તેવાને શું કરવું? કાયદાની અપેક્ષાએ દારૂ પીએ તેને કાયદાએ ગુન્હો ન ગણ્યો, પણ છાકટ થાય તો ગુન્હેગાર. પિોલીસ પકડે, છાકટાપણામાં એ જુલમ કરે, કોને મારે, કને આપે લે તેને પત્તો નહીં. આપણે અંધથી આગળ છાકટાની સ્થિતિમાં છીએ. વિચારો ! જે વખતે એકાંતમાં ધર્મસ્થાનકમાં બેસીએ, વાસ્તવિક વિચાર કરીએ ત્યારે જંજાળ લાગે છે, મેળવે છે તે વખતે સર્વ મેલીને જવાનો નિર્ણય છે, લઈ જવાનું નથી. શું લઈ જવાના? પુન્ય કે પાપ, આ વાત સર્વસંમત્ત થઈ, પણ જ્યાં મેહનો છાક ચડે. તે વખતે મેલવાની વસ્તુ ખાતર પ્રાણ આપો છો. પુન્ય પાપનો હિસાબ થતું નથી. મેલવાની વસ્તુ માટે પ્રાણ અપાય તે છાકટાપણું ન હોય તો કેમ બને ? સારભૂત માટે ઉલટો ભાગતો ફરે. છાકટ થએલે સાપ હાથમાં પકડે. મોતીની માળા ફેંકી દે તેમાં નવાઈ નથી તે છાકટાપણાને અંગે. આ જીવ રાત-દીન અંધ નહીં, ૨૪ કલાકનો દારૂડિયે નહીં, પણ ૨૪ કલાકનો છાકટ છે. આવા છાકટાને અસીલ તરીકે જ્યાં રહેવાનું થાય ત્યાં વકીલની દાનત કયાંથી સાફ રહે? મુનીમની શાહુકારી કયાં સુધી? શેઠની સાવચેતી સુધી. એમ આ જીવ શાણપણામાંથી નીકળી જાય, સાવચેતી ને ૧૦૦ જેજન દૂર ફેકી દે તો આ વકીલ શું દળદર ફીટે? અસીલ સાવચેત હોય તે પિતાને જડમૂળથી ઉખેડી જાય તે ફકર નહીં. આ જીવરૂપ અસલ સાવચેત ખબડદાર રહે તો વકીલ સારો મળે છે. જો કે છે હલકા કુળનો, બ્રાહ્મણો દાનતાના હલકા હોય છે. બ્રાહ્મણકુળમાં ઉપજ્યા છતાં સ્વભાવે ચંડાળ જેવા હોય છે. આ જેમ અન્યક્તિ છે, તેમ આ વકીલની જાત સારી નથી, ઉપર પડદે તેથી જ આ શરીર સારું દેખાય છે, આ ઉત્તમ કૂળનો વકીલ નથી, અધમ કૂળને વકીલ છે, ઉત્પત્તિનું સ્થાન, સંજોગ, સંગ, પિષણનાં કારણે પણ અધમ છે, આને પિષણ ચેખાથી ન મળે. “ફેદીને ખાય તો જ કુકડાને પોષણ મળે? સારું હોય તેનું ગંદુ થઈ મળે તો જ પિષણ થાય. સ્થાને કારણ, સંગ હલકા, પાણીને પિસાબ કનાર, અનાજની વિષ્ટા બનાવનાર, હવા ઝેરી બનાવવી, આ સ્થિતિ શરીરવકીલની છે. આ આ વકીલ છતાં વાંકા ગાળા : ચાંડાલમાં પણ બ્રાહ્મણ થાય છે. તેમ આ હલકા વકીલમાં એક ગુણ છે. પિતાનું