________________
૧૮૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી છોડવા લાયક ગણે, પણ એકે આશ્રવ છોડે નહીં, સંધર આદરવા લાયક ગણે પણ એકે સંવર આદરે નહિં. સમ્યગદર્શન જ્ઞાન–ચારિત્રને મેક્ષના કારણ માને પણ આદરે નહીં, હિસાબથી સાચું પણ આશામીની અપેક્ષાએ છે. માત્ર શ્રદ્ધા અને જાણવાની અપેક્ષાએ સાચું પણ આદરવાની અપેક્ષાએ સાચાપણું નથી. માટે તે ત્રણ ગતિ છેડી અને માત્ર મનુષ્યગતિ જ ધર્મરત્ન મેળવવા માટે કામની કહી.
ક્ષાવિક ગુણે મનુષ્ય ગતિમાં જ ઉત્પન્ન થાય
જ્યાં રાંધવા માંડયું અને રંધાયું નહીં, ત્યાં બાયડી રઈ કરી ઊઠી; એમ બેલે નહિં. જ્યારે રસોઈ પૂરી થાય ત્યારે પૂરી ગણાય. તેમ સમ્યગદર્શન, જ્ઞાન–ત્રણ ગતિમાં જે થાય તે અધુરા કેમ? સમ્યગદર્શનમાં મોક્ષને માર્ગ ક્યો? ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપશમિક તો ક્ષાયિકનું કારણ, મોક્ષની પ્રાતિ ક્ષાયિક ગુણોથી થાય. ક્ષાયિક સમ્યકત્વ ચારે ગતિમાંથી માત્ર મનુષ્ય ગતિમાં જ થાય, અહીંથી લઈને બીજે જાય, જે કે નારકી, દેવતામાં ક્ષાયિક હોય, પણ તે એની ઉપાર્જન કરેલી મિલકત નહીં. વડીલોપાર્જિત મિલકત હોય તેમાં અને ભુજ પાર્જિત મિલકત હોય તેમાં ફેર પડે છે. તેમ દેવતા નારકીમાં ક્ષાયિક સમ્યકત્વ હોય છે પણ તે મનુષ્યભવનું ઉપાર્જન કરેલું હોય છે. મનુષ્યભવ સિવાય ક્ષાયિક સમ્યકત્વ થતું નથી. પહેલે જ પાયે ક્ષાયિક સમ્યગદર્શનને, તે ત્રણ ગતિમાં થતું નથી, હોતો નથી એમ નથી કહેતા. તિર્યંચ ગતિમાં હોતું નથી. આપણે તત્વ કેટલું ? જે મૂળ પાયે ક્ષાયિક મનુષ્યગતિ સિવાય બીજે બનતો નથી, પણ બીજે હોય છે ખરે, પણ કેવળજ્ઞાન રૂપી પાય તે મનુષ્યપણા સિવાય બીજે હોય નહીં. કેવળજ્ઞાન એ આત્માનો ધર્મ છે. તે ગમે ત્યાં આત્મા હોય ત્યાં પોતાનો ધર્મ પ્રગટ કરે તેમાં અડચણ શી? દીવો જ્યાં હોય ત્યાં અજવાળું કરે ચાહે મેડે હોય, ચાહે ભેંયતળીયે હોય કે ભેંયરામાં હોય, દીવાને સ્વભાવ અજવાળું કરવાનો છે, તેથી જ્યાં હોય ત્યાં અજવાળું કરે, તેમ આત્મા કેવય સ્વરૂપ છે, ગમે ત્યાં અજવાળું કરે, પણ વાદળામાં ઢંકાયેલે સૂર્ય શું કરે ? દીવાને સ્વભાવ ઉદ્યોતમય પણ આગળનું કમાડ ન ઉઘડે તો શું થાય? કમાડ ઉઘાડવા જોઈએ, વાદલા વિખેરવા વાયરે જોઈએ. તેમ આત્માને સ્વભાવ કૈવલ્યમય છે, ચારે ગતિમાં સરખો આત્મા છે,