________________
પ્રવચન ૨૩ મું
૨૦૧ જે હિસાબ લખે, જમે ઉધાર રકમ રૂપિયા આના પાઈ સીકે લખે, પણ લેવા દેવાનું કાંઈ નહીં. આંકડે બરાબર છે, આશામીએ બરોબર નથી. જેમ છોકરાનું નામું આંકડે બરોબર ને આસામીએ નકામું છે. તે છોકરાનું નામું, આશામીની અપેક્ષાએ નકામું છે, આંકડાની અપેક્ષાએ કામનું છે. તેમ બીજી ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન એ જાણવાનું માનવાનું આદરવાનું નહિં. નારકી-દેવતાની ગતિમાં માન્યાજાણ્યા પ્રમાણે આદરાતું નથી. વિચાર કરીએ, સમ્યગદર્શન થતી વખતે શું થાય ?
સમ્યગ્દર્શનનું અસ્તિક્ય લક્ષણ :
સમ્યગદર્શનના લક્ષણ કહીએ છીએ. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આનું સ્વરૂપ–લક્ષણે વિચારીએ ત્યારે સમ્યક્ત્વ ઘણું મુકેલ છે. આસ્તિકને અંગે જીવ પરભવ માનવાથી સમ્યગદર્શનનું લક્ષણ પૂરું થતું નથી. જગતની અપેક્ષાએ આસ્તિક્ય જીવ પરભવ આદિ માનવાથી આવી જાય છે. જૈન દર્શનનું આસ્તિક્ય કયારે આવે ? પ્રથમ એ માને કે આ જીવ સદાકાળ છે. હંમેશને જીવ છે, હંમેશનો જીવ છતાં પણ થિ જીવો તો આમ જીવ નિત્ય મા તેથી વળ્યું શું ? નાના છોકરાએ સાપ કે હીરે દેખ્યા તેમાં વન્યું શું ? સાપનું ભયંકરપણું તેમ હીરાનું ઈષ્ટપણું પણ ખ્યાલમાં નથી. તેમ આજીવ નિત્ય એમ જાણી લીધું તેથી શું ? કાર્યની સિદ્ધિ સાપનું ભયંકરપણું અને હીરાની ઈષ્ટપણાની સિદ્ધિ જાણવાથી છે. કાર્યસિદ્ધિ ક્યાં ? કર્મ કરે છે અને કર્મ ભોગવે છે, એમ કર્મ માનેદરેક કિયાથી કર્મ બંધાય છે એમ માને. કેમ કર્મ બંધાય છે તે માને, ત્યારે કર્મ કરવાનું દ્વાર મનાય. હંમેશા સમકિતી થવા માગીએ. કઈ મિથ્યાત્વી કહે તો ક્રોધે ભરાઈએ. તમારા માટે બીજે ખરાબ શબ્દ નહીં બોલે. પેટમાં ચૂંક આવે કંઈ નહિં. તેમ કહેવા માત્રથી ચૂંકની પીડા મટી ન જાય. સારું છે, ચૂંક નથી, તેથી પીડા ન ચાલી જાય. આપણને થતાં દરદ માટે બીજે નથી એમ કહે તો દરદ ન મટે, ઉલટ દ્વેષ થાય છે. જે વખત દરદી હોઈએ તે વખતે તે શબ્દ સારો છતાં કો લાગે છે, તેમ સમકિતી શબ્દ સારો લાગે છે. મિથ્યાત્વી શબ્દ ખરાબ લાગે, પણ હજુ મિથ્યાત્વનું ભયંકરપણું સમજ્યા નથી. કર્મ કરે છે એ વાસના કેટલી મજબૂત હોવી જોઈએ,