________________
૨૪૪
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી મેનેજરની પ્રમાણિક્તા ક્યારે ? જ્યારે કલ્યાણ સ્વરૂપ માનીએ તે જ ધર્મ મેનેજરનું પ્રમાણિકપણું ને કર્મ બેન્કનું પ્રમાણિકપણું. આંધળે વણે ને વાછરડે ચાલે?
એક અંધ મુંજની દેરડી વણી રહ્યો છે. આ બાજુ જેટલી વણે તેટલી વાછડે ચાળે જાય છે. તે આંધળાનું વણવું નકામું થાય છે, તેમ ત્રણ પ્રવૃત્તિ વગર કર્મ આત્માને લાગી જાય તે સચિદાનંદ સ્વરૂપ માટે કરાતે ઉદ્યમ આંધળાના વણવા જે થશે. માટે કબૂલ કરવું પડશે કે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ સિવાય આત્માને કર્મ લાગતું નથી. આથી મન, વચન, કાયા એ કર્મના ફળરૂપ ભેગ, વળી ભોગ વગર કર્મ બંધાતા નથી. મન, વચન, કાયાના પગલે લેવાના ન બને, જે તે ગો નથી તે માનસિક, વાચિક ને કાયિક પ્રવૃત્તિ કેમ બને? આથી ભેગથી જ કર્મ, અને કર્મથી ભેગ. કર્મો વગર પણ મન, વચન, કાયા, બની જાય છે, કર્મક્ષય શા કામમાં આવે? આથી કર્મ સિવાય ભોગ નથી, ભેગ સિવાય કમ નથી. તે પહેલાં કર્મવાળો કે પહેલાં ભેગવાળો? એમાંથી પહેલાં કશું કહી નહીં શકીએ, તેને જ લીધે બીજ અંકુરની પરંપરા અનાદિની, તેમ કર્મ અને ભોગની પરંપરા અનાદિની માનવી પડે. અન્ય મતમાં પણ આત્માનું અનાદિપણું માનેલું છે :
તેને અગે વ્યાસજીને બ્રહ્મસૂત્ર કરતાં કહેવું પડ્યું કે બીજાપુર ન્યાયે સંસારનું અનાદિપણું છે તે યુક્તિથી ઘટે છે ને શ્રુતિમાં પણ અનાદિપણું જણાવ્યું છે, “સૂરમ” એક વાત લક્ષમાં લેશે કે વેદે નિત્ય માનેલા છે, એકે એ કહપ નથી જેમાં વેદ ન હતા. જે કપમાં વેદ ન હતા તે એકે કલ્પ ન હતા. વેદના વાકયે નિત્ય માનવામાં આવ્યા છે. વિધાતાએ પહેલા કપની માફક સૂર્યચન્દ્ર બનાવ્યા. હવે જે અનાદિ સંસાર ન હોય તે પહેલા માફક સૂર્યચન્દ્ર બનાવ્યા તે કહેવાને વખત જ આવત નહીં. જગત નિત્ય હોવું જ જોઈએ, એ કહી આપે છે. ગીતાને પૂરા આપી જણાવે છે કે આત્માની શરૂઆત કે છેડે નથી. જે આત્માની શરૂઆત કે છેડે ન હોય તે આત્મા અનાદિને માનવો પડે. આ જીવાત્મા જે કર્મ ન હોય તે હંમેશને જીવાત્મા મનાય નહીં, નહિતર બ્રહ્માત્મા કહેવાતે. જીવાત્મા