________________
૩૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી તેમાં તરતા ન આવડે તે શી રીતે તરે ? એ ઉથલાઈ જાય, ડૂબી જાય, તારૂ બધે ઉદ્યમ કરે પણ ઘોડાપૂર પાણીમાં ઉદ્યમ નહીં કરે, ઉછાળા મારતું પૂર હોય ત્યાં ઉદ્યમ નહીં કરે. તારકે–તારૂ, એ પણ ત્યાં કાર્ય નહિં કરે. અશિક્ષિત એક બચું પ્રવાહને પાર કરી જશે તે કલ્પના કેવી રીતે આવે ? આપણે મનુષ્યપણું પામ્યા, ધ અધર્મના ફળ સાંભળી સમજ્યા છીએ. સદ્દગતિનું સ્વરૂપ સાંભળી તે પામવા તૈયાર થયા છીએ. તેવા વખતમાં પણ પાતલા કષાયાદિકનું રાખવું મુશ્કેલ માલમ પડે. આવી સમજણ આપનાર વિવેકવાળી પ્રભુવાણી અને ધર્મશાસ્ત્ર રાતદિવસ કાને પડે. ગુરુ મહારાજ સરખા પ્રેરકો મળ્યા હોય ત્યાં પણ મનુષ્યપણાને કારણોમાં વર્તવાની મુશ્કેલી પડે છે, તો પછી જે ઝાડ, બીડ વગેરે એકેન્દ્રિય, કીડા વગેરે બેઈદ્રિય, કીડી-માખી, ઘેડા-હાથી વગેરેને મનુષ્યપણું શું ? ઉત્તમ કેમ? તે કેમ મેળવાય? તેના પ્રેરકે મેલવવા, તેમાંનું કાંઈ સાધન નથી. તેવી વખત મનુષ્યપણાનાં સાધનો ક્યાંથી મળી જવાના ? જાનવરપણામાં મનુષ્યપણાનાં સાધનોનો મેળાપ કયાંથી થવાનો? અહિ મનુષ્યપણુમાં મુશ્કેલી છે, તો જાનવરને એકે સંજોગ નથી તેવાને સાધને મલવા તે આકાશ-પુષ્પ સમાન છે. એમ અહ જાનવરની દશામાં મનુષ્યપણાનો ખ્યાલ નથી. મનુષ્યપણાથી મળતો મોક્ષ-એ વિચાર નથી, તેવાઓ મનુષ્યપણાનાં સાધન મેળવે. તે મુશ્કેલ છે, એવું મનુષ્યપણું આપણને મળી ગયું છે.
કજીયાદલાલ શરીર :
કાલે જણાવ્યું હતું. કે વકીલ દ્વારા જ કોર્ટમાં હાજર થવાનું પણ વકીલ એટલે કજીયા દલાલે, તેઓની જાતમાં આપણને હિતૈષી મળો ઘણે જ મુશ્કેલ છે. તેમ આ બધા શરીરે પાણી હવા અગ્નિ કરમીયા કીડી મંકેડી; માખી, દેડકા અને આ મનુષ્ય, આ બધા જીવોનાં શરીરે વકીલો છે, વકીલે મૂળથી કજીયા દલાલો હોય છે. તેમાં હિતૈષી મળ મુશ્કેલ છે, તેમ શરીર દરેક ભવમાં કજીયા દલાલ છે. જે શરીરવાળો જીવ હોય તે જ કર્મ બાંધે. શરીર ન હોય તે કર્મબંધનું કંઈ પણ કારણ નથી. અશરીરીને કર્મબંધન થતું જ નથી. કારણ એને જગતમાં વહાલું કે અળખામણું રહેવાનું જ નહીં, આ ચીજ ન હોય તે વહાલું અળખામણું કંઈ જ હેતું નથી, તેથી તેમને કહેવું પડયું કે-જે મેક્ષમાં અપુનરાવૃત્તિમાં જીવ