________________
૨૯૮
આગદ્ધારક પ્રવચન શ્રેણી અનંત સંસારની અંદર આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. કારણ કે જૈનશાસ્ત્રના હિસાબ પ્રમાણે દરેક જીવ પિતાની જવાબદારી જોખમદારીવાળો છે. અર્થાત જે જન્મ પિતે લેવા માગે તે જન્મ લઈ શકે છે. પરાધીનતા છે જ નહિં. બીજા પાસેથી મનુષ્ય જન્મ લેવાનો નથી. જ્યારે આ વાત રજુ કરીએ ત્યારે દરેકને શંકા થાય કે હરકોઈ ઉત્તમ જન્મ લેવા માંગે છે. કેઈ અધમ જન્મ લેવાની ઈચ્છાવાળે હોતું નથી. તે દરેકને ઉત્તમ જન્મ કેમ મળતો નથી. અધમ જન્મની જગતમાં હૈયાતી કેમ રહે છે? શંકા કારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થી પાસ થવા માંગે તે થઈ શકે છે. જે ધારણમાં જે અભ્યાસ નિયત કરવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીની લાયકાત દેખી નિયત કર્યો છે. દરેક વિદ્યાર્થીને પાસ થવું જ ગમે છે, ઊંચા નંબરે પાસ થવાનું ગમે છે, નીચા નંબરે પાસ થવાની ઈચ્છા કેઈની હોતી નથી. આટલું છતાં પણ બધા વિદ્યાર્થીઓ ઊંચા નંબરે પાસ થતા નથી. કેઈક પાસ થાય છે, કેઈકને મહેરબાનીથી માર્કસ પૂરા કરી ઉપર ચઢાવે છે. આમાં વિદ્યાર્થીને લાયક અભ્યાસ હતું, છતાં જેણે અભ્યાસ ન કર્યો તે નીચા નંબરે પાસ થાય. મહેરબાનીથી ઉપર ચઢે તેમાં નવાઈ શી? વિદ્યાથીને રમતનો ચસ્કો હોય ત્યારે તેના નંબર નીચે જાય. ત્યારે એમ થાય કે હવે બરાબર અભ્યાસ કરીશ. ધારણમાંથી ઊઠી બહાર જઈ ધુળીયા ગઠીયા મળે છે ત્યાં બધુ ભૂલી જવાય છે. આ જીવ જ્યારે દુઃખી થાય છે, દુર્ગતિના દુઃખો સાંભળે, આત્મકલ્યાણનો એક જ રસ્તે સમજવામાં આવે ત્યારે ખ્યાલમાં આવે છે. આ સિવાય હવે લક્ષ્ય નહીં દઉં પણ તે સર્વ કયાં સુધી? ઠેઠ વિદ્યાર્થીને સ્કૂલમાં માર પડે, નંબર ઉતરવાને થાય, તે વખતે બધા વિચાર થાય પણ નિશાળમાંથી નીકળે ત્યારે બધા વિચારે ઊડી જાય. સદ્ગતિ દુર્ગતિના વિચારો સાંભળે ત્યારે બધું થાય પણ ધર્મકથનની નિશાળમાંથી નીકળે એટલે બધું સ્વપ્ન જેવું, નિશાળીયાને ધુળીયા ગોઠીયા મલ્યા કે તેની ચાલે ચાલે. આ જીવ ધર્મસ્થાનમાંથી નીકળે એટલે આરંભાદિકના શેઠીયા મળે એટલે બધું ભૂલી જવાય, આપણને પણ ઇંદ્રિયોના વિષયો, કષાય, આરંભ પરિગ્રહ બહાર જઈએ કે લાગી જાય, આ ધર્મકથનની વાત તે વખત સ્વપ્ન જેવી જાણી. વિદ્યાથી જેમ નાપાસ થઈ નીચા નંબરે જાય તેમ આ જીવ વિષયાદિકના