________________
પ્રવચન ૩૩ મું
૩૦૧ રહ્યો છે. તે શરીર વગરને હોવાથી વહાલું અળખામણું હેતું નથી, જ્યાં શરીર નથી ત્યાં વહાલું અળખામણું વિભાગ લાગતા નથી, તો ત્યાં સુખ કયું? શરીરવાળો હોય તે વસ્તુ વહાલી ધારી તે મળી જાય તો સુખ, અળખામણી લાગી તે ખસી જાય તો સુખ. જે મોક્ષમાં, મહદયમાં, શીવમાં, સિદ્ધિમાં, શરીર વગરનાને વહાલું અળખામણું નથી તેને સુખ કયું? બઝારમાં ચાર જણ બેઠા હોઈ એ કેઈની લેણદેણમાં આબરૂ ગઈ હોય ત્યારે વાત કરીએ કે અરરર! બીચારે મરવા પડ્યો છે. આ વાત ખોટી નથી. કોઈકની ગેરઆબરૂ થવાથી ચાર ચોવટીયા વાત કરે છે, બીચારો મરવા પડ્યો છે. શું નથી મળતું કે મરવા પડ્યો છે ? તે વાત બાળક કહે છે. તે બાળકને આબરૂ જાય છે તે શી રીતે સમજાવવો? આબરૂની કિંમત, આબરૂ જવાથી શી નુકશાની છે, તેનું સ્વપ્ન પણ બાળક દેખતો નથી, આબરૂ, આબરૂના મહિમાને કે ગેરઆબરૂને બાળક સમજ નથી, એવાનાં બચ્ચાંને આબરૂની વાત કેવી રીતે સમજાવવી? તેમ આપણને દુનિયાના વહાલા લાગતા પદાર્થોથી આનંદ ગણવાવાળા આત્માના સ્વભાવમાં ઉતર્યા નથી. આત્માને સ્વભાવ સુખમય છે, તે વિચારતા જ નથી. કૂતરાના ભ્રમવાળું સુખ :
કુતરાઓ-ખાટકીવાડેથી હાડકું તાણું લાવે, ખુણામાં બેસી ચાવે, હાડકાની કીનાર–ખૂણે પોતાના તાળવામાં વાગે તેમાંથી લોહી ઝરે, લેહી હાડકા પર લાગેલું હોય તે ચાટી કૂતરો પૂછડી હલાવી આનંદ માને, આ કૂતરાના સ્વભાવ. આ બિચારો કૂતરો શું કરે છે? પિતાનું તાળવું ભેદી પિતાનું લેાહી ચાટી આનંદ માને છે. આપણને સંસારના પદાર્થો વહાલા લાગે છે, કંઈક જીવને સુખ સ્વભાવ પ્રગટ થાય તે મળે એટલે આનંદ માનીએ છીએ, એ તો કૂતરાને સુખને ભ્રમ છે. તેમ વહાલા પદાર્થો મલ્યા એટલે સુખ માન્યું પણ સુખ આત્માને સ્વભાવ છે. તે પુદગલમાંથી ઉત્પન્ન થતું નથી, માટે જે વહાલા અને અળખામણા પદાર્થો સુખ-દુઃખ કરનારાં નથી. આપણે લાગણી દ્વારાએ સુખ-દુઃખ વ્યક્ત થાય છે. આ કારણથી જેણે પદાર્થો સુખ આપનાર ગણ્યા નથી તેને આવે કે જાય તે કંઈ નથી. બાળકને પિતા કમાય મોટા છોકરાને આનંદ, નાને છોકરો સમજતે નહાવાથી આનંદ-શેક કશું નથી.