________________
પ્રવચન ૩૩ મું
૨૯૯ ગોકીયાની ચાલે ચાલી ધર્મ આચરવાની અભિલાષા થયેલી હતી, તે સ્વપ્ન જેવી કરી નાખે છે. આ અનેરો સ્વમ જેવા થઈ જાય, પછી નિશાળિયે ન ભણે, પાસ થવાની મરજી છતાં આપોઆપ નાપાસ થવું પડે, અગર નીચા નંબરે ઊતરવું પડે છે. ધર્મકથનની વખતની ધારણાઓ સ્વમ જેવી થઈ જાય, દુઃખી ન થવાની ઈચ્છા છતાં દુર્ગતિએ જવું પડે, પિતાને આધીન છતાં તેને લાયક ઉદ્યમ ન કરે તે તે વસ્તુ પ્રાપ્ત ન કરે તેમાં નવાઈ નથી. વિદ્યાર્થી અભ્યાસ કરે તે પાસ થાય. તેમ સદ્ગતિ આપણા હાથની ચીજ છે. આપણે જે આ ભવમાં કાર્ય કરીએ, તેના આવતા ભવમાં જવાબદાર છીએ, આપણે આ ભવમાં કાંઈ કરીએ, તે બધો હિસાબ ત્યાં લેવાવાને, ગયા ભવમાં જે કર્યું છે તેનો હિસાબ ચૂકવીએ છીએ. આ ઉપરથી એક જ વસ્તુ કહેવાની છે, કે જેવી ગતિ લેવી હોય તે તમારા હાથમાં છે પણ તેને લાયક ઉદ્યમ કરે તે, નહીંતર ઘરમાં લેટ, લાકડી, ચૂલે છે, પણ પથારીમાં પડેલી આળસુ સ્ત્રી રઈ પામી શકે નહિં. પ્રયત્ન કર્યા વગર પથારીમાં પડેલી સ્ત્રી કંઈ પામી શકે નહિં, તેમ સદ્ગતિ લેવી એ આપણા હાથમાં છે.
બીજાઓ એમ માને છે કે ઈશ્વર પણ ફળ આપે છે, આપણે એમ માનીએ છીએ કે, કર્મ કર્યા હોય તેવા ફળ મળે છે. ઈશ્વરને કર્તા માને છતાં સારા કર્મ કરવાની જવાબદારી આપણે શીર છે, તેના કારણે મેળવવા જરૂરી છે.
આગળ કહી ગયે છું કે મનુષ્ય કોણ બને? સ્વભાવે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાય પાતલા હોય, તેમ જ દેવામાં પિતાની, પિતાના ધનની સાર્થકતા ગણતો હોય, મધ્યમ ગુણેને ધારણ કરનાર હોય, બીજાઓ રીતરિવાજને આધીન રહેવું તેને શીસ્ત કહે છે, લજજાળુ, દયાળુપણું જેનામાં હોય તેવા છે, બીજા ભવે મનુષ્યપણું મેળવી શકે છે. હાથમાં ચેપડી ન લેનારો, લૅશન ન કરનારે, ધૂળમાં આખો દિવસ રખડનાર વિદ્યાર્થી ધારણું ઊંચા નંબરની રાખે તેમાં શું વળે ? તેમ આ ત્રણ કારણોને અમલ ન કરીએ તો મનુષ્યભવની ધારણા ફળીભૂત ન થાય તેમાં કોને વાંક? અભ્યાસ ન કરનાર વિદ્યાર્થી આપોઆપ નાપાસ થાય તેમાં ડેપ્યુટીનો વાંક નથી, તેમ આપણે આ ગુણો, કારણ ન મેળવીએ તેમાં કુદરતને વાંક ન ગણાય. જ્યાં ભલભલા તારૂ પણ રેલમાં તણાઈ જાય