________________
२७०
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સાચું અને પ્રીતિકારી એવું જ વચન બોલવું તેનું નામ ભાષા સમિતિ અને સત્યવ્રત. કેટલીક વખત આવેશમાં આવી જાય ને બેલી જવાય છે પણ સમ્યકત્વવાળાની સ્થિતિ કયાં છે? ભાષા સમિતિ જતાં વ્રત અને સમ્યકત્વ જશે. ચીડને ચીડ નહીં ગણું તે સમ્યકત્વ અને વ્રત જશે. માર્ગ આ છે. અમે છદ્મસ્થ છીએ, રહી ન શકાયું એ નહિ ચાલે. મૂળવાતમાં આવે, તીર્થકર હિતના જ વચને કહે છે, માટે હિત વિચારી બોલવું. તેવી ગંભીરતા દરેકને આવવી જોઈએ. તેમ વિચારને અંગે સહિષતા ધર્મ પહેલા દાખલ થાય ત્યારે ધર્મને પહેલે ગુણ આવે, તે નિયમ કેમ રાખે. તે વાત અગ્રે વર્તમાન.
વ્યાખ્યાનનો સારાંશ- કેવળજ્ઞાન સિવાય પિતાને કે પારકો આત્મા જાણી શકાતો નથી, ૨. પાંચ ઇદ્રિરૂપી દલાલથી આપણને જ્ઞાન થાય છે ૩. પ્રથમ સમ્યકત્વે થતી વખતને આનંદ ૪. ઉપદેશ–મધુર, પથ્ય અને હિતકારી વાણીથી આપવો જોઈએ, ૫ હિત ન જાણે તે પણ પ્રવૃત્તિ ન કરે.
પ્રવચન ૩૦ મું
સં. ૧૮૮૦, શ્રાવણ સુદી ૬ ગુરુવાર ભવિતવ્યતા અને ઉદ્યમમાં મુખ્યતા કેની?
શાસ્ત્રકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન ગ્રંથને રચતા જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં પ્રથમ મનુષ્યપણું મળવું મુશ્કેલ હતું. કોઈ ભવિતવ્યતાના ગે મનુષ્યપણું મળી ગયું. આપણને પુન્ય બાંધ્યા વગર મનુષ્યભવ મળી ગયો નથી, પહેલા ભવમાં મનુષ્યનું આયુષ્ય–ગતિ બાંધ્યા તેનાથી મનુષ્યભવ મ છે, તે પછી ભવિતવ્યતાને આગળ કેમ ન કરવી? જે મનુષ્યભવ મેળવવામાં, ભવિતવ્યતાને આગળ કરવામાં આવે, તો આગળ પણ ભવિતવ્યતા કેમ ન ગોઠવવી? મનુષ્યનું આયુષ્ય ગતિ બાંધ્યા સિવાય કોઈ મનુષ્ય થતો નથી, આપણને જે મનુષ્યપણું મળેલું છે તે વચમાં શા માટે ભવિતવ્યતા ગોઠવવી? જે ભવિતવ્યતાએ મેળવી આપ્યું છે આગળ પણ મોક્ષ પ્રાપ્તિ સુધી બધું ભવિતવ્યતા મેળવી આપશે, તે કઈ પણ ઉદ્યમ કરવાની જરૂર નથી. કાં તો ભવિતવ્યતા ન લે અને ભવિતવ્યતા