________________
૨૮૧
પ્રવચન ૩૧ મું વિચાર એવું નામ, ગતાગમ એવું નામ, કેને અંગે આપીએ છીએ ? પરિણામને વિચાર કરે તેને અંગે. દેવું કરીને દાન કરે તો ઉડાઉ કહો છે, લેણદાર આવશે ત્યારે જોઈ લેવાશે, અત્યારે બડેજાવ મહેરબાન બને–એવા માણસને કેવા ગણો? દેવું કરી મોજ કરતાં કોને આવડતી નથી, ૧૦૦ વરસ જીવવું છે. ૧૦૦ અક્કલ પુટેલ, અક્કલવાળાને નહીં મળે તેમ નહીં બને, શા માટે લાંબો વિચાર કરે છે ? ખરચ કરતાં બધામાં ભવિષ્ય વિચારે છે. જેનું દેવું મુદતે ડૂબી જાય છે, દેશાંતર જતાં, રાજ્યાંતર થતા જેના દેવાની દાદ કેઈ દેતું નથી, કાળાંતર થતાં દાદ નથી એવું દેવું ખટકે છે. જે વિચાર અને વિવેકવાળે છે, તેને પણ આ બધા દુનિયાદારીના ભીંત વચ્ચેના વિચારો છે, ભીંત ઓળંગીને વિચાર આવ્યા નથી. જેમ આ ઈંટ-રેડાની ભીંત, તેમ આ જન્મ અને મરણની ભીંત, એ બે ભીંત વચ્ચે વિચારો છે. જન્મથી મરણ સુધીના વિચારો કરીએ છીએ. આગલા ભવના કે પાછલા ભવના વિચાર કયારે આવ્યા? આપણને કોઈ નાસ્તિક કહે તે ચીડાઈએ છીએ પણ ચાલચલગતમાં નાસ્તિક છીએ. ચાવત્ શત્ તત્ ત્ર
ત્યા પરં પિત્ત નાસ્તિક કહે છે કે મોજમાં જીવાય ત્યાં સુધી જીવો, દેવું કરીને પણ ઘી પીધે જાવ. મેજનાં સાધન ન હોય તો ઘી પીવા માટે પણ દેવું કરે. અનાજ માટે કદાચ દેવું કરાય, જે આપણે અહીં મરી ગયા, શરીરને રાખડો થયો તે ફેર કયારે આવવાના છીએ માટે આગળને વિચાર ન કરો, આ ભીંતની બે બાજુનો આગલ–પાછલને વિચાર ન કરે તે નાસ્તિક, જે સદ્ગતિ પરભવ, પાપ, પુન્ય, માનનારે હોય તો તે તરફ જુએ તો ખરે ! જે જુએ નહિ અને માનું છું એમ કહે. પગ ઉંચો કરે નથી અને સાપ આવ્યો તે જાણુ-માનું છું, તેમ કહે કણ? આ ભવમાં દેણદાર હેરાન કરશે, આબરૂ લેશે, રાજ્યમાં દેરશે, આ વિચારો આવે છે. આ ભવની હેરાનગતિ કરનારા સાચા, પરભવનું દેવું દેણદાર તરીકે ગણતા જ નથી. એની હેરાનગતિ મગજમાં લીધી છે ? કઈ ગતિએ લઈ જશે તેને વિચાર કર્યો? પરમાધામીઓને, નિગેદના દુર્ગતિના દુઃખને ડર નથી, તેને ડર હોય તો જેમ દેવું કરતાં ડરીએ છીએ, બાપનું દેવું પણ સારૂં ગણતા નથી. બાપનું પણ દેવું કામનું નહીં. દુનિયાદારીને અંગે, શાહુકારીને અંગે લોકવાયકા ખરાબ બોલાય તો ડરીએ છીએ. જન્મની, મરણની, ભીંત વચ્ચે આટલે ડર છે. પણ ભીંતની બહારને અંગે કર્યો વિચાર છે ?