________________
२८६
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિચારવાળાના વર્ગ, તેના ત્રણ વિભાગ પાડ્યા. એક વિભાગ વર્તમાનકાળના વિષયને અને વર્તમાનને વિચાર કરે છે. તેને તરત ભવિષ્યને વિચાર નહીં. એક સ્થાને સાકર મેલી, પણ કીડીને વિચાર થયે તે
ત્યાં દોડે, સાકર પૂરી થઈ તે બધું ટોળું હાલતું થાય. પછી વર્તમાનના વિષય પૂરતો વિચાર, તેથી તેને ભવિષ્યની આપત્તિને વિચાર નથી. તેને વર્તમાનના વિષયને જ વિચાર. કીડી, માખીને, વર્તમાનના વિષયને વિચાર છે. ભવિષ્યના ભયને વિચાર નથી, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયને ભવિષ્યને ભય હોય છે ને વિચાર હોય છે. કૂતરાને ઝેરી. બરફી નાખે, બેચાર મર્યા દેખી પછી બીજા કૂતરા બરફી નથી લેતા. તેને વર્તમાન સાથે ભવિષ્યનો વિચાર છે. માખી, કીડીને આવી દશા થશે તે વિચારશે નહીં, વર્તમાન ભયને અંગે ભવિષ્યના વિચાર કરવાની તાકાત સંજ્ઞી પંચેદ્રિયને હોય છે, તેથી તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહીએ છીએ. આ બે વર્ગને શાસ્ત્રકાર વિચારવાળા ગણતા નથી. એકલા વર્તમાન ભવના વિચારવાળાને વિચારવાળાને કે ટિમાં શાસકાર ગણતા નથી. શાસ્ત્રકાર વિચારવાળા કેને કહે છે?
જેને જન્મના પહેલાના ભવેને તથા મરણ પછીના ભવને અને વર્તમાન ભનો ખ્યાલ આવે તેને શાસકારે વિચારવાળા ગણે છે, ભૂતાદિ ત્રણ કાળના ભવને વિચાર નથી, તેને જૈનશાસ્ત્ર વિચારવાળા કહેવા તૈયાર નથી. શાસ્ત્રષ્ટિ તેને અસંશી કહે છે, સંશી કોણ? વિચારવાળે કોણ? જેને ભૂત-ભવિષ્ય કાળને વિચાર આવવા સાથે વર્તમાન ભવને વિચાર આવે તે વિચારવાળા. તેને સમજાવવા માટે ત્રણ લોકના નાથ ઉપદેશ કર્યો. છ કાયના જીવનું ભાન કરાવવા ત્રણે કાળના ભવને વિચાર કરવાવાળા થઈએ, તે માટે તીર્થકર ભગવાને ઉપદેશ આપે. ભૂતકાળના અપાર ભવેને ખ્યાલ ન આવે ત્યાં સુધી વિચારવાળા નથી, ક્યા દેવાને અગે ડીગ્રી થઈ છે તેને ખ્યાલ ન હોય તેને સમજદાર શી રીતે ગણે ? જેને હકમનામું, ડીકી ક્યા દેણને અગે થઈ છે, તે હુકમનામાનું નાણું લેવા લાયક નથી. આ જીવે ક્યા ભવનું કર્મ બાંધ્યું છે જેથી અત્યારે સારી કે ખરાબ સ્થિતિ આવી, તે વિચારતા તેના કારણે ન સમજી શકે તે માણસાઈમાં નથી. પુણ્ય ભોગવતાં પુણ્ય પ્રકૃતિને વિચાર નથી, પહેલા ભવની બાંધેલી પાપ-પ્રકૃતિ ભેગવાય છે તેને વિચાર નથી, તેને આ બજારમાં બેસવાનો અવકાશ નથી. હું દેવું કર્યું તેને ખ્યાલ