________________
૨૮૫
પ્રવચન ૩૧ મું તે ફરજ છે. આપણને તીર્થકર મહારાજાએ ટેલીગ્રાફ આપી દીધે, છ જવનિકાયના જીવ એકસરખા છે. હવે આપણને છ જવનિકાયની શ્રદ્ધા થઈ, માલમ પડ્યા પછી બચાવવા માટે પ્રયત્ન ન કર્યો તો કલેકટરની દશા જેવી આપણે દશા ખરી કે નહિ? ક્ષણિક સુખ માટે અસંખ્યાત છને ઘાણ કાઢે છે. મેળું લાગે છે. દલાલણ જીભ ને વેપારી એમ બે, જે મેં અને પેટ તે માલ લેવાદેવા તૈયાર છે. વચમાં દલાલનું પિષણ ન થાય તે વેપારીને અધર લટકાવે છે. ઘરાકને માલ જોઈતો હોય છતાં ન મળવા દે, વેપારી દેવા તૈયાર હતો છતાં લટકી રહ્યો તે દલાલની દખલગીરીને લીધે. એવી દલાલની દખલગીરીમાં દબાઈ જઈએ છીએ. સચિત્ત મીઠું લેતાં અસંખ્યાત જીવોને ઘાણ જીભને લીધે નીકળે છે. એ ચાર આંગળની જીભને લીધે અસંખ્યાત જીના ઘાણ કાઢીએ. વળી તેમાં આસક્તિ થવાથી હાશ ! અસંખ્યાત જીનો ઘાણ કરી હાશ કેના ઉપર કરી? હવે તીર્થકરને છકાયનો ઉપદેશ કેટલો ધ્યાનમાં આવ્યો? આગેવાનો પટેલ પાસે ગયા હતા, હૈયા મોઢે ગયા, આપણને જિનેશ્વર છકાયની શ્રદ્ધા બતાવે, ઘાણ કાઢી હવે ટેસ આબે, આપણને પણ અસંખ્યાત છને ઘાણ થાય છે તે કલ્પના થતી નથી, તે જિનેશ્વરને દેવ શી રીતે માનો છો? આપણને શું તેમણે દીધું છે, ઉલટી તેમની મશ્કરી કરીએ છીએ, ઘાણ કાઢી અહા, હાશ! અહીં અસંખ્યાત છેને ઘાણ કાઢી તાળી પાડીએ છીએ, હવે ટેસ, રમુજ આવી, અસંખ્યાતનો ઘાણ કાઢી વજા ચઢાવી, જન્મ-મરણની ભીંત વચ્ચેના વિચારમાં, આ વિચારને અવકાશ નથી મરણ પાછળ શી દશા છે, તેને વિચાર કરીએ તે જ આ વિચાર આવે. આપણને મળેલી મિલક્તને વિચાર કરીએ છીએ, દેવાવાળાનો વિચાર કરીએ છીએ, પણ ભીંત પાછળ મિલક્ત આપી છે તેને વિચાર કરતા નથી. જેને જન્મ-મરણની ભીંત પાછલનો વિચાર આવે નહીં તે વિચાર શૂન્ય. ગયા ભવનો, આવતા ભવોનો વિચાર ન આવે તેને જેનશાસનમાં વિચાર શૂન્ય ગણે છે.
ત્રણ સંજ્ઞાઓ :
જૈન શાસ્ત્રકારોએ વિચારના ત્રણ ભેદો રાખ્યા છે. સામાન્ય દંડક પ્રકરણ જાણનારા વિચારશે તે સમજણ પડશે. ૧. હેતુવાદ પદેશિકી, ર. કીર્ઘકાલિકી, ૩. દષ્ટિવાદોપદેશિકી એ ત્રણ સંજ્ઞા છે, તે વિચારરૂપ છે.