________________
૨૮૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી ધર્મરત્ન ટકશે, નહીંતર લીધેલું રત્ન પણ વેરાઈ જશે, માટે ધર્મરત્ન પહેલાં ૨૧ ગુણોનું વર્ણન કરે છે. ડલો લેવા પહેલા પલ્લે સુધારી લે, પહેલે સુધાર્યા પછી ડલ લઈએ તે આપણા બાપને. માટે પહલે સુધારવા માટે ૨૧ ગુણની જરૂર. તેમાં પહેલે અક્ષુદ્ર ગુણ તે કેવી રીતે કહેવાય તે અધિકાર અગ્રે વર્તમાન.
વ્યાખ્યાનને સારાંશ-૧ ત્રણ સંજ્ઞાઓ છે, ૨ છકાયની શ્રદ્ધા એ જ સમ્યકત્વ, ૩ જિનેશ્વરને ઉપગાર શાના અગે?
પ્રવચન ૩ર મું
૧૯૦, શ્રાવણ સુદી ૮ શનિવાર બીજાકર ન્યાયે આત્માદિકનું અનાદિપણું:
શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસાર સમુદ્રમાં મનુષ્યભવ મળે મુશ્કેલ હતું, પહેલાં પણ આની શરૂઆત ન હોવાથી, છેડે ન હોવાથી પાર નથી. તથા સંસારનો છેડે સમુદ્રનો છેડે, બન્ને બાજુનો પાર ન હોવાથી અપાર સમુદ્ર કહેવાય છે. આ જીવને આ જન્મની પૂરી ખબર નથી. પોતે નવ મહીના ગર્ભમાં રહ્યો છે પણ ખ્યાલ આવતો નથી, અનંતી વેદનાએ જન્મ પામ્યા, પછી દૂધનું પાન કર્યું છે, ધૂળમાં રમે છે, તે અવસ્થાને ખ્યાલ આવતું નથી. આ ભવની અવસ્થાનો ખ્યાલ નથી તે ગયા જન્મને, ભવની અવસ્થાને ખ્યાલ હોય જ ક્યાંથી? અને અનાદિના જન્મ, અનાદિકાળના ભવે આ જીવના ખ્યાલમાં આવે ક્યાંથી? જ્યાં સુધી અનાદિના ભવને ખ્યાલ ન આવે ત્યાં સુધી આ સંસારને અનાદિ માનવા તૈયાર થાય નહીં, હાથમાં એક ઘઉં, બાજરી કે ડાંગરને દાણ લઈએ, અત્યારે એ દાણાને માત્ર દેખીએ છીએ, કયા મજુરે લણે, ક્યા ક્ષેત્રમાં ઉગે, કેણે વા એ માંહેલું કાંઈ પણ જાણતા નથી, તે બીજને ન જાણુંએ તે કારણભૂત બીજને શી રીતે ખ્યાલમાં લાવી શકીએ? તેમ આ ભવની, જન્મની, ગર્ભની, દુધ પીવાની, ધૂળમાં રમવાની સ્થિતિને ખ્યાલ નથી તે પહેલાના ભવને તે ખ્યાલ
ક્યાંથી જ હોય? વર્તમાનકાળે હાથમાં લીધેલા બીજની પૂર્વ દશા જાણી શક્તા નથી, તે તેના કારણ તરીકે બીજની દશા ન