________________
પ્રવચન ૩૨ મું કરતા જાય. એક બાબતની તકરાર ઊભી થઈ હોય તેમાં તરકડાઓ ૨૧ બાબત ઊભી કરે. તેમાં તેનું પિષણ, માન, લાભ મોટી તકરારમાં. તેમ વકીલે દેખે કે બેની લડાઈ સળગતી રહે તે રોજ બીલ કર્યા જ કરીએ. રોજ આંગણું અસીલ ઘસે, રોજ બીલ ચૂકવે. આ દશાએ શેઠના હાથમાં ચિઠ્ઠી આવી. આ વકીલે અમને લડાવવા માંગે છે. નોકરને કહે લાવ ધોતીયું, પાઘડી. નોકરને સાથે લઈને શેઠ શેઠાણી પાસે આવ્યા. કેમ? હાલો ! તમને જે ઉચિત લાગે તે લેજે. મારી ના નથી, પારકે ઘેર નથી ખવડાવવું. તમે ખાશો તો મારા છો. પારકા ખાશે તે કરતાં તમે ખાજે, કહેવાનું એ કે–વકીલની આ દશા છે, કેસ વધારી અસીલને ગુલામ બનાવી મૂકે. છોડવાને રસ્તે કંઈ ન નીકળે ત્યારે તે કાઢી આપે. વકીલની દાઢ પૂરી ન થાય ત્યાં સુધી અસીલ છૂટવા માગે તે પણ ન છૂટી શકે. તમે છૂટવા માગે તે આમ ગુનો લાગુ પડશે, આમ વાંધો આવશે. તેમ આ ચાર આંગળની જીભના તાબામાં આ આત્મા પડે છે. એ કહે તેમ કરવું પડે છે, આજે ભજીયા ખાવા છે. કહો વકીલનો ગુલામ, મારે ભજીયા આવે કે રોટલા આવે, પણ એ વિચાર આત્મા અસીલને સૂઝત નથી. વકીલની પેઢીમાં અક્કલના અધુરા આવે તે છેડે નહીં. બરણીમાં બાર લાખ કેમ ખવાયા હશે? એક શબ્દના વાંધામાં આબરૂની નુકશાનીને દાવો કરે તે છ મહિને અંત ન આવે, ને ગરીબને માથા કુદ્યા કેસ બે દહાડામાં પત્યે. અહીં ચૂક ઉડાવ્યા કેસ બાર મહિને પતતો નથી. જે કેસ ગંભીરતાનો હોય તો આ માથા ફૂટ્યાને કેસ બે દિવસમાં પત ન જોઈએ, પણ અસીલ માલદાર મલ્યા છે. જ્યાં સુધી અસીલમાં માલ દેખે ત્યાં સુધી વકીલ છોડે નહીં, આ પાંચ ઇંદ્રિ વકીલની જ વહીવટદારી છે. અસીલ આત્મા તે ઈન્દ્રિયને આધીન થયા છે, વકીલ મુખત્યારનામું લખાવી લે છે, દરેકમાં તમારી સહીની જરૂર નહીં. આણે મુખત્યારનામું તમારી પાસે લખાવ્યું છે. હું ચાહે તેમ કરું તે તમારે મંજુર, સ્પર્શ–રસનાને જે અનુકૂળ ઈચ્છા થઈ તે પ્રમાણે તમારે વર્તવાનું, એની ઉપર તમે વિચાર ક્યારે કર્યો? જે ગાંઠને પૂર, અક્કલને અધુરો ન હોય તે તરત વિચાર કરે કે ઈન્દ્રિય મને કયે રસ્તે લઈ જાય છે ? અક્કલવાળો હોય તે તરત કેરટમાં અરજી કરે કે મુખત્યારનામું રદ કરું છું. આ પાંચે ઈન્દ્રિય જગતમાં વકીલ તરીકે આપણી તરફથી ખડી થઈ છે. વકીલ સિવાય જેમ