________________
પ્રવચન ૩૨ મું
૨૮૯ સમજી શકીએ તે પહેલા ભવની પૂર્વદશા સમજી શકીએ જ ક્યાંથી? પણ બીજની ઉત્પત્તિશક્તિને વિચાર કરીએ તો માનવું પડે કે ઉત્પત્તિશકિત અનાદિની છે. જે ઉત્પત્તિશકિત અનાદિ ન માનીએ તે આપણને બેમાંથી એક વસ્તુ માનવી પડે, કાં તે વગર અંકરે બીજ થયું અગર વગર બીજે અંકુર થયે. આથી ઉત્પત્તિશક્તિ અનાદિ માનવી જ પડે. બીજ વગર અંકુર નથી, તેમ અંકુર વગર બીજ થાય, એ બેમાંથી એકે વાત કબુલ કરી શકીએ નહિં. જ્યાં બીજ લઈશું ત્યાં અંકુર લેવું પડશે, માટે ઉત્પત્તિશકિત બીજ અંકુરન્યાયે અનાદિની રહેલી છે, અમે અજ્ઞાની, અપજ્ઞ તો તેની ઉત્પત્તિશક્તિ ન જાણીએ પણ જેને તમે સર્વજ્ઞ જાણે છો, તે સર્વ જાણનાર ખરા કે નહિં? સર્વ ન જાણનાર હોય તે સર્વજ્ઞ ન કહેવાય અને સર્વજ્ઞ હોય તે તેમણે આદિ જાણવી જોઈએ, સર્વજ્ઞના જ્ઞાને બીજની આદિ જાણેલી હેવી જ જોઈએ, અમને ભલે અજ્ઞાનથી અનાદિપણું આવી જાય, પણ સર્વસને અનાદિપણું ન હોવું જોઈએ, એમનું જ્ઞાન સર્વ વિષયક છે. એમના જ્ઞાનમાં આદિ ન દેખાય તો સર્વ જાણું એમ કહી શકાય નહીં, અહીં સમજવાની જરૂર છે. જેમ બીજ, અંકુરની પરંપરા અનાદિની છે, તેમ સર્વજ્ઞનું જ્ઞાન અનાદિનું છે. વસ્તુ અનાદિની અને જે જ્ઞાન અનાદિકાળનું થતું હોય તેમાં આદિને સવાલ રહેતો નથી. બધું જાણું તો અનાદિપણું કેમ રહે? અનાદિપણુ રહે તે બધું જાણું ગણાય નહીં, જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે જાણવું તે સર્વજ્ઞનું કામ છે. મારા હાથમાં પાંચ આંગળી છે, તે તેમના જ્ઞાનમાં પાંચ આંગળીવાળો હાથ દેખાય, તેમ અનાદિ પરંપરા હોવાથી સર્વજ્ઞ ભગવાનને પણ અનાદિપણે જ દેખાય છે. કદાચ કહેશે કે બધું દેખાયું તો આદિ આવી ગઈ. આખા વર્તલને સર્વ દેખે છે, સર્વ દેખ્યા છતાં તેની શરૂઆત કઈ જગો પર? તમે વર્તુલને ન દેખવાનું નહીં કહી શકે. જે વસ્તુ આખી જણાય તેની શરૂઆત જાણવી જોઈએ તે વર્તેલમાં શરૂઆત કઈ? કહો વર્તાલ છે એટલે તેની શરૂઆત નહીં. શરૂઆત કરે તો દીર્ઘ થઈ જાય પણ વર્તેલ નહીં રહે, આદિ કહેવાય તે વર્તલપણું ન રહે, વર્તલપણું હોવાથી, આખાને જાણો છો છતાં તેની શરૂઆત કે સમાપ્તિ કયાં? તમારા જાણવામાં આવેલા વર્તુલની સમાપ્તિ શરૂઆત કહી શકે
૧૮