________________
૨૮૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી છે. હાથી કેમ છે? હાથ–સૂઢ છે, કાન છે, આગળ ખેરાક છે, તે ખાતે નથી અને શ્વાસ લેતું નથી. રાજા કહે છે કે મરી ગયે? આપ કહો છો, મારાથી મર્યો એમ કહેવાય નહીં, શ્વાસ ચાલતો નથી ને ખોરાક લેતો નથી. મારાથી મરી ગયો કહેવાય નહીં, આપ જાણો, તેમ આ ઝાડ, બીડ, જીવે છે પણ તેને સુખદુઃખ થતું નથી, તેને કાપ, શેકે તો સુખદુઃખ ન થાય તો જીવ તરીકે મનાવી શું કર્યું ? આમ માત્ર ઝાડમાં જીવ માની સુખદુઃખ ન થવાનું માની લીધું. આજની શોધની અપેક્ષાએ તે જૂઠા પડી ગયા છે. કેમ? નવીશેપથી ચોકખું થઈ ગયું છે કે, વનસ્પતિને સુખદુઃખની લાગણી છે. તો પછી ઈશ્વરવાદી ઈશ્વરકૃત વેદ કહેનારા તે પ્રત્યક્ષ જૂઠા થયા, આપણે એમને જૂઠા પાડી ભગવાન જિનેશ્વરને સાચા પ્રરૂપક કહેનારા છીએ, એક નાગાપુગા બાવા જેણે રાજપાટ છોડ્યા છે. તેમણે વનસ્પતિમાં સુખદુઃખની લાગણી કયાંથી જાણ? લેબોરેટરી લઈ બેઠા ન હતા, અખતરા કરવા બેઠા ન હતા, તો સુખ દુઃખની લાગણી ક્યાંથી જાણી? કહો જ્ઞાનથી, જે પરમાત્માને, વનસ્પતિ પૃથ્વી આદિમાં જીવે છે, જીવમય છે, તે પણ સુખદુઃખની લાગણીવાળા છે. આ વાત તીર્થકરના જ્ઞાને જણાએલી ચીજ છે, તે આપણને જણાવી તેને જ ઉપગાર છે. છકાયના જી જાણવા માટે નહીં પણ બચાવવા માટે પ્રરૂપ્યા છે :
મેવાડમાંથી તાર આવે, અમદાવાદ ભરપટે વરસાદ થએલો છે. રેલ આવે છે, તે તાર આવવા છતાં નદી ઉપર બંદેબસ્ત ન કરે તે કલેકટર ગુન્હેગાર બને, રેલની આફત, રેલના ભયંકરપણાની સાવચેતી જાણવા માટે ન હતી પણ બચવા માટે હતી, રેલની આફત મેવાડવાળાએ જણાવી. તે જાણવા માટે નહીં, બચાવવા માટે. જો બચવા માટે પ્રયત્ન ન કરે તે જાણવા માત્રથી ગુન્હેગાર. ખ્યાલ હશે કે એક આદમીનું ખૂન કરી કુવામાં નાખી દીધે, બીજાને માલમ પડી. ખબર ન આપે તો સરકારમાં તે ગુન્હેગાર. કોશીશને અંગે પણ ખબર ન આપે તે ગુન્હેગાર. છકાયના જીવ તીર્થંકર મહારાજે જાણ્યા તે છકાયના જીવો ન ઓળખાવે તો તીર્થકર ગુન્હેગાર બને. તીર્થકર મહારાજા જે જ્ઞાનથી છકાયના જીવને જીવ દેખે, સાથે જ્ઞાનથી એમ જાણે કે આ બિચારા જીવે છકાયને ઓળખતા નથી, તેથી છકાયને ઘાણ કાઢી રહ્યા છે. તેથી તેમને છકાયની હિંસાથી બચાવવા