________________
૨૭૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લીટા કરવા પડે છે, તે નિયમ ઊડી જતું નથી, અહીં હરિભદ્રસૂરિજી મરૂદેવાને આશ્ચર્ય કહે છે, દ્રવ્ય વગર ભાવચારિત્ર આવ્યું તે આછેરૂ કહે છે. તે ઉપરથી ઉલટું નક્કી થયું કે દ્રવ્યચારિત્ર અનંતી વખત આવ્યા વગર ભાવચારિત્ર આવે નહીં. નહીંતર મરૂદેવાને આશ્ચર્ય જણાવત નહીં.
આશ્ચર્ય કેને કહેવાય?
તીર્થકરો સ્ત્રીપણે હેય નહીં, મલ્લીનાથજી સ્ત્રીપણે થયા તે આશ્ચર્ય ક્યારે ગણાયા ? તીર્થકરે સ્ત્રીપણે ન હોય તે બને જ નહીં, તે બન્યું કેમ? માટે આશ્ચર્ય જેવી ચીજ કપિત, ન બનવાનું તે બન્યું, મલ્લીનાથજી આવ્યા, તે આવે નહીં શાના બેલે છે ? તમે તે એક બાજ આવે નહિં બોલે છે, ને એક બાજ આવ્યા બોલે છે, એ વાત શી રીતે બને ? આશ્ચર્ય એટલે શું તે સમજ્યા નથી, આશ્ચર્યના સ્વરૂપને સમજ્યો નથી, નહીંતર આ વાત થાત જ નહિં. “અફીણ ખાઈ અમર કઈ થાય નહિ, સામાન્યથી ન બને, એ નિયમ કેઈકને અને બને તે આશ્ચર્ય, દુનિયામાં સહેજે ન બને, કેઈક વખત બને તે અચ્છેરુ કહેવાય છે, તે તે વાત લક્ષ્યમાં લીધી હતું તે સમજો. અહીં “અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાય ત્યારે કઈ વખત એકાદ બનાવ બને તે આશ્ચર્ય. આ ઉપરથી સમજે. ભગવાન બાષભદેવજી મહારાજ વખતે મરૂદેવી માતા દ્રવ્યચારિત્ર વગર ભાવચારિત્ર પામ્યા, તે આશ્ચર્ય ગયું. તેથી શું ગયું ? કે અનંતી ઉત્સર્પિણીમાં કે અવસર્પિણીમાં એ બનાવ બન્યું નથી કે જે ભાવચારિત્ર એકદમ પામી ગયું હોય, અતી ઉત્સર્પિણ-અવસર્પિણીમાં અનંતા દ્રવ્ય ચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર કોઈ પામતા નથી. આથી મરૂદેવી માતાના દ્રષ્ટાંતને આગળ કરવાની કેઈની તાકાત નથી. આ ઉપરથી મરૂદેવીના દૃષ્ટાંતથી આ નિયમ સજજડ થશે કે, અનંતી વખત દ્રવ્યચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર મળે નહીં. એક વાત.
લક્ષ્મીની ત્રણ ગતિ :
બીજી બાજુ આ જીવ અનાદિકાળથી વિષય તરફ વળગી રહેલે છે. શરીર તરફ આપણે ચૂંટી રહ્યા છીએ તે તપસ્યા સારી ગણીએ, કમ