________________
૨૭૪
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વાળ પણ ગણવા જોઈએ, જે જ્ઞાનરૂપે ફળ આપનાર હોય તે, પણ તમે જ બોલે છે કે ગણીએ પણ વળે શું ? જગતની સ્થિતિએ કયું જ્ઞાન ઉપગી ગયું? જે કિયામાં ઉપયોગી ન નીવડે તે છોડવા લાયક. આદરવા લાયકમાં જે ઉપયોગી ન નિવડે તે જ્ઞાન લેવા જતા નથી, તે જ્ઞાન જ્ઞાન તરીકે કામનું નથી પણ ફળ દે તે તરીકે કામનું છે. તેમ જગતના વ્યવહારમાં જ્ઞાન જ્ઞાન તરીકે કામનું નથી પણ જ્ઞાન ફળ દેનાર તરીકે કામનું છે. તમે જૈન શાસનમાં છોડવા લાયકને છડાવે નહીં, આદરવા લાયકને આદરાવે નહિં તેવું જ્ઞાન કંઈક ન્યૂન દસ પૂર્વ જેટલું થઈ જાય તે પણ તે જ્ઞાન ગણાયું નથી, એટલું જ નહિં પણ જ્ઞાન, કિયાના સ્થાનો તપાસીએ તો દુનીયાદારીમાં જ્ઞાન ટૂંકી મુદતમાં મેળવવા લાયક પણ વસ્તુ મેળવવા વલખા મારવા પડે. ક્રેડની સંખ્યા મેળવતા કેટલે વખત ? કેડ રૂપિઆ મેળવતાં કેટલો વખત? કેડનું જ્ઞાન મળી ગયું. વસ્તુ મળી? માસખમણ કરવું કલ્યાણકારી છે તે જ્ઞાન કોને નથી ? તપસ્યા કલ્યાણકારી છે તે જ્ઞાન કેને નથી ? પછી કહે અરે ! નિરોગી થવું, ધનાઢ્ય થવું, બુધિશાળી થવું એ જ્ઞાન બધાને છે તો નિરોગી, ધનાઢય, બુદ્ધિશાળી થઈ જાવ, તે છે કે જ્ઞાન મુશ્કેલીની ચીજ છે, પણ જ્ઞાન કરતા વધુ અત્યંત મુશ્કેલીની ચીજ છે. તેમ શાસન અને ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન મેળવવા માટે એક સમય. બારમા ગુણઠાણાનાં છેડે માત્ર મતિ-શ્રત ને તેરમા ગુણઠાણાની શરૂઆતમાં કેવળજ્ઞાન. અષ્ટ–પ્રવચન માતા જાણે એટલું જ જ્ઞાન બારમાને છેડે હોય, અને તેમાંની શરૂઆતમાં કેવળજ્ઞાન, કેવળજ્ઞાન માટે ટાઈમ કેટલો? જધન્ય જ્ઞાન અષ્ટપ્રવચન માતાનું હોય, તે જઘન્ય જ્ઞાનવાળો, તેને પણ તેરમાના પહેલા સમયે કેવળજ્ઞાન થાય. બારમાના છેડે માત્ર અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન, તેરમાની શરૂઆતમાં કેવળજ્ઞાન, છથી બારમા સુધીમાં લગીર પણ જ્ઞાન વધ્યું નથી. તેરમે કેવળજ્ઞાન, કેવળજ્ઞાન એક જ સમયની કમાણી, જ્યારે ચારિત્ર અનંતા ભવેની કમાણી. ચારિત્ર તે આઠ ભવ હોય. દેશચારિત્ર આવે તે પણ આઠ ભવમાં મેક્ષે જાય એમ કહ્યું છે તે તમે અનંતભવ ચારિત્રની વાત શી રીતે કરો છો ? અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે :
શાસ્ત્રકારે નિયમ કર્યો છે કે દેશ કે સર્વ-વિરતિ આઠ ભાવમાં મુક્તિ આપે છે. છતાં હું અનંતભવ ચારિત્ર કહું છું. ધ્યાન રાખજે,