________________
૨૭૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી આપણને શુભ પરિણામની વિચિત્રતા થઈ, જેથી આપણે બાદર નિગદમાં આવ્યા. ત્યાં બાદરમાં આવ્યા ત્યાં પણ એવા અનંત ભાગીદાર, ખોરાક, શરીર, શ્વાસોશ્વાસ, જન્મ, મરણ પણ ભાગીદારીમાં, તેમાંથી પણ ઘણા પડી રહ્યા. થડા નીકળ્યા તે પછી પૃથ્વીકાયમાં આવ્યા ત્યાં અસંખ્યાત હતા. તેમાં અસંખ્યાતમાંથી નીકળી એકલો બે ઇંદ્રિયમાં આવ્યો. એમ કરતાં કરતાં મનુષ્યમાં આવ્યા, સારા કર્મનું બાંધવું, ભવિતવ્યનાતા ચાગે અહીં આવ્યા, મનુષ્યપણામાં આવ્યા તે ઉદ્યમ અનંતને એક સરખે છતાં, આપણું અકામ નિર્જરા સરખી છતાં આપણે નિર્જરા વધારે ને બંધ ઓછો હેવાથી, આપણે અહીં મનુષ્યપણામાં આવ્યા. પણ ત્યાં આપણે નિર્જરા કે બંધ સમજતા ન હતા, જે બંધ ઓછા થયા, નિર્જરા વધારે થઈ, તે અકામ નિર્જરાના જેને આપણે ઉચે આવ્યા.
ઘરમં નાળ તો રા એ વાકયન પરમાર્થ સમજો.
કેટલાએકની સ્થિતિ છે કે જ્ઞાન અને ક્રિયા એ બેમાં પ્રથમ જ્ઞાન આવવું જોઈએ. જ્ઞાન વગરની ક્રિયા નકામી છે. તેમાં શાસ્ત્રનાં પાઠ પણ જણાવે છે પતમે ના તો થા પહેલાં જ્ઞાન ને પછી દયા. અહિ વિચાર કરવાની જરૂર છે કે જ્ઞાન કયારે થવાનું? કઈ પણ ક્રિયા વગર જ્ઞાન જ નથી. જ્ઞાન વગર ક્રિયા સર્વથા નકામી ગણાય તે જ્ઞાન થવાનું જ નથી. સાધુ પાસે જશે, બેસશે, ઉપદેશ સાંભળશે ત્યારે જ્ઞાન થશે. જવું, બેસવું, ઉપદેશ સાંભળવે તે ક્રિયા છે કે બીજું કંઈ? જ્ઞાન પહેલાની ક્રિયા નિષ્ફળ હોય તે જ્ઞાનના સાધન જ નહીં રહે, અકારણ જ્ઞાન માનવું પડશે. એ તે કોઈ દિવસ મનાશે નહિ. શાસ્ત્રકારે તમે ના તો રથ એમ કેમ કહ્યું? એ બરોબર કહ્યું છે પણ વાસ્તવિક સમજવું જોઈએ. જે કિયાને ગૌણ કરવામાં આવે છે તેમણે અહીં સમજવાની જરૂર છે કે પહેલું ઝાડ પછી ફળ, તો ફળ નકામું? પહેલાં બાયડી પછી છોકરે, ચૂલે ને પછી રાઈ, તે ઝાડ વાવવું તેના બદલે કે ફળ લેવા બદલે, ફળની ઈચ્છા ન હોય તેવાને ઝાડ વાવવું નકામું છે, સંતાનની ઈચ્છા ન હોય તેને લગ્ન નકામું છે, રસોઈની ઈચ્છા ન હોય તેણે ચૂલા સળગાવવો નકામો છે. જ્ઞાન કોણે લેવું? જેને સંયમની ઈચ્છા હોય. જેને પાપથી વિરમવું નથી, બંધને બંધને તેડવા નથી. નિર્જરાના ઝરણામાં જીવવું નથી, તેવા