________________
પ્રવચન ૩૦ મું
૨૭૧ જે તે ઉદ્યમ બાજુએ મૂકો, પહેલા ભવિતવ્યતા લાવે છે, પછી ઉદ્યમમાં આવો છો. મનુષ્યપણું મળવામાં ભવિતવ્યતા ગણાવો છો અને અહીં ઉદ્યમ આગળ લાવે છો, તે હવે જે થવાનું હશે તે થશે, એટલે ઉદ્યમની જરૂર નથી, ગ્રંથ બનાવવાની જરૂર નથી, અમારે તમને ઉપદેશ આપ પણ નકામો છે. પણ પહેલામાં ભવિતવ્યતા વ્યો છે, આગળ ઉઘમ છે, વાત ખરી, જંગલમાં ભૂલે પડેલે રખડવા લાગ્યો, રખડતાં રખડતાં તેને માર્ગ લાગી ગયે. કેટલાક માર્ગમાં રખડતાં રહ્યા, આમાં મુખ્યતા કોની લેવી? ઉદ્યમની મુખ્યતા લઈએ તો જેટલા રખડતા હતા તે બધા માગે આવવા જોઈએ, બેસી રહેલા માર્ગે આવી જાય છે, તેમ બનતું નથી, પાધરી ભવિતવ્યતાવાળા માગે ચાલ્યો તો ગામ પહોંચે, આમાં ભવિતવ્યતા કેટલી લીધી? બધા ઉદ્યમ કરી રહ્યા હતા, તે ઘણા ઉદ્યમ કરવા છતાં રખડતા જ રહ્યા, કહો કે ઉદ્યમ છતાં પણ માર્ગ મેળવવામાં મુખ્ય ભાગ ભવિતવ્યતાએ ભજવ્યું. પણ માગે ચડ્યા પછી ભવિતવ્યતા ગણી પલાંઠી વાળી બેસી જાય તે ? કેટલા દહાડે શહેર આવી જાય ? પાછું ભવિતવ્યતાએ માર્ગ મેળવી દીધા છતાં પણ ચાલવું જોઈએ, ઉદ્યમને અંગે ભવિતવ્યતા અનુકૂળ હતી, જંગલમાંથી માર્ગે ચાલ્યો તે ઉદ્યમથી, માગે ચઢ્યો પણ ઉદ્યમ સાથે ભવિતવ્યતાનો ભાગ હોવાથી તે માગે આવ્યું અને બીજાની ભવિતવ્યતા ન હોવાથી ઉદ્યમ છતાં રખડ્યા કર્યા.
સૂક્ષ્મ નિગોદમાં અનંતા છે એક સાથે રહે છે, દુનિયામાં ભેળા રહો એટલે શું કાં તો ઘર, કમાઈ, આબરૂ ભેળી હોય. કઈમાં એક કોળીયે ખાનારા ન દેખ્યા. એક કેળીયે બધા ભાગીદાર ખાય તેવા દેખ્યા ? એક શરીરે બધા ભાગીદાર રહે, એક ધાસે બધા શ્વાસ , એવા કેાઈ ભાગીદાર જગતમાં નથી. કોળીયા, શરીર, શ્વાસના ભાગીયા જગતમાં કોઈ નથી, એવી ભાગીદારી અનંત જીવોની એક હતી. અનંતા છે સાથે જન્મ, એક જ ખોરાક, એક જ શરીર, એક જ શ્વાસ, મરે ત્યારે પણ અનંતા સાથે મરે. આ જગતર્મા જીવન-મરણની ભાગીદારી કેઈની નથી. નિગોદમાં બેરાની, શરીરની, શ્વાસની ભાગીદારી છે. આવી રીતે કંપનીમાં અનંતા સાથે વસેલા તેમાં અનંતા જી અકામ નિર્જરા કરી રહ્યા છે, તેમાંથી આપણે એવી અકામ નિર્જરા કરનારા થયા, જેમાં આપણે જ મનુષ્યની ગતિ અને આયુષ્ય બાંધ્યું, એક સાથે રહેલા, અકામનિર્જરા સરખી હતી છતાં