________________
પ્રવચન ૨૮ મું
૨૪૯ સાઈ રાખવા માટે સદાચાર રાખવો પડે છે, ભવિ કે અભવિ, મિથ્યાત્વી કે સમકિતીને માણસાઈ રાખવા માટે સદાચાર રાખવું પડે છે. તો શીલ અને દાન છે. બધા અભવ્ય મિથ્યાષ્ટિઓ અનાચારી હોય છે તેમ કહેવાય નહીં, તપસ્યાને અંગે મનુષ્ય જ દુઃખ સહન કરી શકે.
દુઃખ સહ્યા માણસ કહ્યા, ભૂખ સહા જેમ ઢોર, કોઈ પણ દેશ ધર્મ દુઃખ નહીં સહન કરતો હોય તે બતાવે, કાયાનું તપાવવું તે દરેકમાં રહેલું છે. લોકોને ફાયદો થાય તેવી તપસ્યા બીજામાં પણ છે. જેને સિવાય બીજા બદદાનતવાળા છે, તે જૈન શાસ્ત્રકાર કહેતા જ નથી, આથી બીજાઓ દાનાદિધર્મવાળા હોય જ છે. માણસાઈને અંગે રખાતો સારી દાનત રૂપે, ભાવ એ ધર્મરત્નાને અંગે ફાયદા કરનાર થતો નથી. કયું દાન, શીલ, તપ, ભાવ ધર્મરત્નને અંગે જરૂરી છે તે સમજો. આવતા કર્મ રોકાય તેને અંગે જે દાન, શીલ, તપ, ભાવ હોય તે જ ધર્મ. તે ધર્મ ૨૧ ગુણે આવ્યા હોય ત્યારે જ પરમ ફળ આપનાર થાય છે. હવે તે ૨૧ ગુણે કયા તે અગ્રે બતાવવામાં આવશે–
વ્યાખ્યાનનો સારાંશ-૧ રૂબલમાં રોઈ ગયા, ૨. કર્મબેંક ૩ ધમમેનેજર ૪. અહિંસા પરમે ધર્મ: એ વાક્ય કેનું? ૫. બીજા દેવને આપણા દેવમાં ફેર શું? ૬. દાનાદિ ધર્મ કયારે ગણાય?
પ્રવચન ૨૮ મું સં. ૧૯૦, શ્રાવણ સુદી ૪ મંગળવાર, મહેસાણા. શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ કરતા જણાવી ગયાં કે આ અપાર સંસાર સમુદ્રમાં આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. તે ભવ બધી મુશ્કેલી વટાવી દે છે. અનંતકાયમાં અંનતી ઉત્સપિણી સુધી આંટા મારે છે. પૃથ્વીકાયાદિકમાં, અસંખ્યાતી ઉત્સપિણું આંટા મારે છે, વિકલેન્દ્રિયમાં સંખ્યાતા સાગરોપમ આંટા મારે છે, એમ કરતાં કરતાં ઊંચે આવે છે કે મનુષ્ય થાય છે. કદાચ કહો કે એને અમને ખ્યાલ નથી, તો જે વાત અસીલ બોલતો નથી, ફરિયાદી ફરિયાદમાં જણાવતો નથી, તે વાત વકીલ બેલે છે કયાંથી? જેમ વકીલ, વાદીની, આરપીની, ફરિયાદીની