________________
પ્રવચન ૨૯ મું
૨૬૫ જેટલા જ્ઞાનને બદલે હેરાન થઈએ. કેવળજ્ઞાનની મૂડી દટાઈ રહે નરક-તિર્યંચ ગતિમાં દુઃખ વેઠીએ. જરા, વ્યાધિ, આધિ, સાગ, વિયોગ, જન્મ, મરણના દુઃખે શાથી? કેવળની કોડની મૂડી ઉત્પન્ન કરી નથી તેથી. તેના બાપ-દાદાએ દાટેલા છે, તેને માલમ નથી. તેને પપગારીએ દેખાડયું કે જે તારા બાપદાદાએ ચોપડામાં લખેલું છે. ફક્ત લખેલ ચોપડો બતાવે તે ઠંડક, હજુ ખાને ખોદી કાઢો વ્યવસ્થા કરવી તે તો દૂર રહી, માત્ર જગ્યા બતાવી. દાટેલા તેની આ નિશાની, આ નામું. પિતાએ લખેલું નિશાની સાથેનું નામું છોકરાને બતાવવમાં આવ્યું તે વખતે કેટલો આનંદ થાય છે? બાપે દાઢ્યા છતાં ઉપગારી પુરુષે આપ્યા ગણે. ઘરના માલિકીના હતા છતાં તેના મનને ધુળે હતો. તેમ આપણે પણ પરમ ઉપગારી પુરુષ ન મળે ત્યાં સુધી કેવળજ્ઞાન સમજતા ન હતા. કેવળજ્ઞાન કેવળીઓનું આપેલું નથી. આપણું જ છે પણ કેવળજ્ઞાની ન બતાવે ત્યાં સુધી ધુળે ગણતો હતો. અહીં પરમ ઉપગારી મલ્યા, પિતાનામાં કૈવલ્ય રહ્યું છે તે જાણતો ન હતો, તે કેવળજ્ઞાનીએ બતાવ્યું. નામું દેખતી વખતે જે આનંદ થાય છે, તે આનંદ ખોદીને કાઢી દેખશે તો પણ આનંદ નહીં થાય.
છ-સાતમાગુણસ્થાનક કરતાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત સમયની અધિક નિર્જરા
તેમ પ્રથમ સમ્યકત્વ પામતી વખતે આત્માને જે આનંદ આવે છે તે આનંદ આગળ નહીં આવે. તમે કઈ ઉપર ફરિયાદ કરી, કેસ ચા. જજે હુકમનામું આપ્યું, હુકમનામા વખતે જે આનંદની હેર છૂટે છે, તે ભલે બજાવ કરી પાંચ હજાર લાવે, તે વખતે તે આનંદ આવતું નથી. આ વાત ધ્યાનમાં લેશે ત્યારે, ચોથે ગુણઠાણે તથા પાંચમે, છઠે, સાતમે ગુણઠાણે રહેલા સાધુને જે નિર્જરા નથી, તે નિર્જરા પ્રથમ સમ્યકત્વ પામતી વખતે છે. સમ્યગદષ્ટિ શ્રાવક વિરતાનંતવિજક તત્વાર્થ-૯-૪૭. જેમ તમારે અહીં બજાવણી કરતાં, નાણું વસુલ કરતાં જે આનંદ, તે કરતાં હુકમનામાં વખતનો આનંદ અપૂર્વ છે. ક્રોડ કાઢતી વખતે જે આનંદ નથી તે કરતાં ચોપડામાં રકમ દેખતાં અપૂર્વ આનંદ છે. તેમ તીર્થકર મહારાજા આત્માનું સ્વરૂપ જણાવે, પોતાના આત્માને કૈવલ્ય સ્વરૂપનો આનંદ થાય તે આનંદ દેશ કે સર્વવિરતિ કરો તેમાં નથી. તેમાં કેવળજ્ઞાન