________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી હાજરી છતાં, નથી શરીરની સ્થિતિ જાણતા કે નથી દરદ જાણતા. માત્ર મારું શરીર અને આ દુઃખ થાય છે આટલું જ જાણીએ છીએ. તેમ આપણને આત્માના સ્વરૂપને જાણવાની તાકાત નથી. તેવી જ રીતે આત્માને લાગતાં કર્મો પણ આપણે જાણતા નથી, પણ શરીર દરદ ન જાણવા છતાં દુઃખને આપણે જાણીએ છીએ. તેમ આત્માને તેને લાગેલા કર્મો ન જાણવા છતાં આત્માને કર્મો લાગેલાં હોવાથી દુઃખની કલ્પના કરીએ છીએ, ખટકો થાય તે દુઃખ થાય. કાનમાં ગટકા ભરે ત્યારે કલ્પના કરીએ કે આંખ-કાનમાં ગરબડ છે, પછી દાતરને પૂછીએ છીએ એટલે તેની દવા કરીએ. આપણે દરેક ભવમાં દુઃખો દેખીએ છીએ પણ દુઃખના કારણ શું તે દાક્તર બતાવે. તેમ આ કર્મ કેમ બંધાયા હતા તે બતાવે છે પણ હું પિતે કણ ને મારું શું તે હું ન જાણું? આમ ધારી આત્મા અને કર્મ માનવા તૈયાર ન થાય. તેણે શરીર ઉપર વિચાર કરી લે, શરીરના સ્વરૂપે શરીરને જાણતો નથી, કઈ નસો, કઈ નાડી, કફ-પીત્ત ક્યાં રહે છે, તેમાનું કાંઈ જાણો છો ? તે શરીરમાં વ્યાપેલો છે તે શરીરમાં કેમ જાણતે નથી? શરીરમાં વ્યાપેલે છે એ શરીરમાં દરદ થાય તે તે દરદથી અજ્ઞાત છે કે નહિં? માત્ર જાણકાર છે, દુઃખને દરદ કે દેહને જાણકાર નથી. દુઃખનો જાણકાર છે આત્મા, તેમ આત્માને ધર્મ, આત્માને લાગેલાં કર્મો, આત્મા જાણતા નથી, માત્ર દુઃખ દુર્ગતિ જાણે છે. કેવળીને રૂપ જાણવું હોય તો ચક્ષુની મદદ લેવી પડતી નથી.
ત્યારે દલાલેને સ્થાને પણ દલાલનું કામ નથી. જ્યાં દલાલેને વિષય નથી ત્યાં દલાલનું કામ શું? કેવળીઓને જાણવા માટે ઈન્દ્રિરૂપી દલાલની જરૂર નથી :
ભગવાન તીર્થકરો કેવળજ્ઞાની થયા પછી તેમની આગળ ઇદ્રો સેવા શા પેટે કરવા આવે છે? ફૂલની વૃષ્ટિ, દુંદુભી, ભામંડલ, સિંહાસન, ચામર શા માટે, એમને આંખે દેખવું નથી, શરીરે અડકવું નથી, નાકે સુંઘવું નથી, કાને સાંભળવું નથી તે આ દેવતાની ભક્તિ, પ્રાતિહાર્યો અને અતિશયે શા માટે? જેને ઇદ્રિ દ્વારાએ કંઈપણ જાણવું નથી તે તેમની આગળ ઇંદ્રિયના વિષયે શા માટે ? છત્ર, ચામર, દુંદુભી, નાટક શા માટે ? આ પ્રશ્નનું સમાધાન અહીં થઈ જાય છે. ઇદ્રિ દ્વારાએ ન જાણે, ઈદ્રિયદ્વાર વગર બધું જાણે છે. સ્પ, રસ, ગંધ, રૂપ, બધું કેવળથી જાણે છે. કેવળીઓને દલાલદ્વારા જાણવાની જરૂર નથી, સર્વજ્ઞ થયા એટલે વિષયે નથી જણાતા તેમનહીં. ઇદ્રિયદ્રારાએ