________________
૨૬૦
આગમો દ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન રહ્યું ૧૯૯૦. શ્રાવણ સુદી પ ને બુધવાર મહેસાણા. ચક્રવર્તીને ભાજી માટે ભીખ માંગવી પડે :
શાસકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જ જણાવી ગયા કે આ જીવ અનાદિ કાળથી સંસાર સમુદ્રમાં રઝળે છે, પણ વાદી પ્રતિવાદી જે વાત ચાહતે નથી, તે વાત વકીલ કેમ કહે છે? જિનેશ્વર કેવળીઓ કે શાસ્ત્રકારો, એ બધા માત્ર વકીલ છે. આ જીવની જે સ્થિતિ થઈ છે અને થાય છે અને થશે તે બધું જણાવવા માટે શાસકારે વકીલ તરીકે છે. વકીલ તે દાવા સાથે સ્વતંત્ર, તેમને કંઈપણ જોખમદારી હોય નહીં, તેમ આ જીવ અનાદિથી રખડે છે અને રખડ્યા કરે તેમાં તીર્થકરાદિકની કંઈ પણ જોખમદારી નથી. વકીલને ફી આપીએ ત્યારે આપણું હકીકત રજૂ કરે છે, આ પરે પગારી વકીલ આપણા દુઃખ સમજી દયાળુ પરગજુ હોવાથી, જેમ ગરીબના કેસ કે અન્યાય થતા કેસને પરગજુ વકીલો પોતે હાથમાં લે છે. જિનેશ્વર મહારાજને ઘાતિ કર્મ રહિતપણું થયું, અને કેવલ્ય પ્રગટ થયું ત્યારે સમગ્ર જીવોની સ્થિતિ દેખી, આખા જગતના છાનું ધન લુંટાએલું દેવું, ચક્રવર્તી છ ખંડ, ૧૪ રત્ન, ૩૨ હજાર મુગટબદ્ધ રાજાને માલિક છે, તે એક ભાઇની પણ લેવા એક પૈસા માટે રખડે, એક પૈસે ન મળે તે ચક્રવર્તીની દશા જાણનારને કેવું લાગી આવે? ભાજી ખરીદવા માટે પૈસો પણ ન મળે, દેખનારના હૃદયમાં કેમ થાય? તેમ દરેક આત્માઓ કઈ દિશાના? કોલેાકને જણાવનાર કેવળજ્ઞાન તેના સ્વરૂપવાળા, સૂક્ષ્મ, બાદર, રૂપી, અરૂપી નજીક, દૂર બધાને જણાવનાર કેવળજ્ઞાન, અતીત, અનામત વર્તમાન સર્વ ભાવેને જણાવનાર એવું કેવળજ્ઞાન દરેક આત્મામાં રહેલું છે. આવા આત્માઓ એવા એવા કરમ રાજાને આધીન થયા છે કે એક સ્પર્શન, રસન, ગંધનું જ્ઞાન કરવું હોય તે પરાધીન, સ્પર્શનની અનુકૂળતા હોય તે સ્પર્શ જાણે, પાંચે ઈદ્રિયની અનુકૂળતા હોય તે વિષય જાણી શકે. વર્તમાનના નજીકના વિષયે જાણવા તે આ ઇંદ્રિયની મહેરબાની હોય તે જાણી શકે, આ આત્માની દશા દેખી વિચારે, બજારમાં કેટધ્વજ દેવાળું કાઢી કોડી ન મેળવે તો દુકાનદારને કેવી દયા આવે છે? કોટી વજને કોડી ન પામતો