________________
૨૫૮
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ ડામ નહીં વેઠે. ઉલટી અનુકંપાને સ્થાન થશે, દયા મેળવશે, વધારે શાથી થયું? દેખતો થયે તેથી, માટે દેખતા ન થવું તે વિચાર આવે ખરા ? કારણ દેખવાપણુની કિંમત જુદી જ છે. તેવી રીતે જાણપણાની કિંમત જુદી છે. માટે ડામ અને દુઃખ બે આવે તે પણ જાણપણું છોડાય તેવું નથી. આ વાત દાખલાથી હી, ઉપદેશ માલાની ગાથાથી દઢ કરી, તેમ વિચારવાવાળાએ વિચારી પણ છે, ઉપદેશમાળામાં કહેલું છે કે બાહુબળજી ત્યાગી થયા તે વખતે ભરત મહારાજા કહે છે કે મારા કરતા નાસ્તિક સારે, જે સારા કામમાં પુન્ય માનતો નથી, આશ્રવ માનતા નથી; મેક્ષ અને તેનાં કારણે તરીકે સમ્યકત્વાદિ માનતો નથી, તે ન આદરે તે સ્વાભાવિક છે. આંઘળો સાપને ઉપર પગ મેલી દે તેમાં નવાઈ નથી પણ સાપને દેખનારે સાપ ઉપર પગ મેલે તે ખરેખર શોચનીય છે, તેમ અહીં જેઓ ભગવાન ભાષભદેવના ઉપદેશને સાંભળી જાણી શક્યા નથી, માનતા નથી ને આશ્રવ છોડે નહિ, સંવર આદરે નહીં, મોક્ષના માર્ગને મુસાફર ન બને, ભવથી ન ભડકે તે નવાઈ નથી, પણ હું ભગવાન કેવળી તીર્થકરનાં વચન સાંભળનારે, આશ્રવાદિના સ્વરૂપને જાણનારો છતાં આશ્રવના અવટ-કૂવામાં ઊંડે ઊતરું મારા કરતાં ન જાણનારા શ્રેય છે. ત્યાં એક વાત મૂકી. ઝવેરી અને બારીમાં મૂખ કોણ?:
ઝવેરીની દુકાને કેઈક હીરો લઈને આવ્યું, તે જાતને રબારી, તેને આ હીરો છે કે શું છે તે સમજ નથી. તેણે ઝવેરીના હાથમાં આપે, ઝવેરીએ હીરો જાણે, પૂછયું કે શું લેવું છે? પેલાને તે દહાડે પાંચેક રૂપીઆને ખપ હશે તેથી કીધું કે પાંચ રૂપીઆ લેવા છે. લાખો રૂપીઆની કિંમતના પાંચ રૂપીઆ લેવા છે. હીરે છે એમ રબારી જાણ નથી, પાંચની જરૂર છે માટે આમ કહે છે, ઠીક છે, તપાવીએ, અઢી કહીએ, પથરે ગણે છે, લઈને ક્યાં જવાનું છે? બીજી દુકાને બેઠેલે વેપારી વિચારે છે કે પાંચમાં દે છે તે હજુ પેલે લેતું નથી. જ્યારે ત્યાંથી ઉતરે ને ક્યારે લઉં? પેલાએ હાથમાં પાછો આપે, પેલે ઉતર્યો, જઈને આવશે એટલે ફેર આવશે, પેલે ઉતર્યો એટલે બીજા ઝવેરીએ બોલાવ્યા, શું છે? શેઠે શું કહ્યું? પાંચમાં રાજી છે, લાઓને માલ છે, મારે પાંચથી કામ છે, પેલાએ પાંચ આપ્યા. પછી પ્રથમ ઝવેરી કહે લાવ લાવ, લીધા લીધા તે, એ તે આ, અરે મુખ! એ તે હીરા હતા.