________________
પ્રવચન ૨૮મું
૨૫૭ જ્ઞાનને જમાનો હોય તે કદઈની દુકાને લઈ જઈએ. ત્યાં જોઈ લે. ધરાઈ જઈશ. બોર્ડમાં લખેલી વસ્તુ પણ સંસ્થામાં ન બનતી હોય તે દાતારના પૈસા લઈ વિશ્વાસઘાત કરે છે. ગામમાં સંસ્થામાં કંદમૂળની બાધા ને ગામ બહાર છૂટી એટલે રેલવેના પાટે જઈ ખાઈ આવે છે ? સતીની સંસ્થામાં વેશ્યાને વાસીદા માટે ન રખાય :
સ્વદેશી ચળવળ વખતે પાઠ-અભ્યાસ સિવાયના વખતમાં ચળવળમાં જવા લાગ્યા. તેના સ્કૂલમાં દંડ કરવા પડયા. ખરી રીતે પાઠની જોખમદારી હતી, તે બોડીંગમાં ૨૪ કલાકની જોખમદારી છે. હજુ પાડશાળાવાળે કથંચિત્ બચાવ કરે, પણ બેડિંગવાળાથી બચાવ થાય નહીં, તે બહાર કરે તે પણ સંચાલકે જોખમદાર છે. ધાર્મિક સંસ્થા કાઢી એટલે ધાર્મિક આચાર વિરૂદ્ધ સંચાલક ન હોવો જોઈએ. ખેતરમાં પાણી વરસ્યું છે જમીન સારી છે. ખેડૂત રક્ષણ માટે નીકળે છે, પણ પડખેને ખરાબ વાયરે સત્યાનાશ કાઢી નાખે છે. સંસ્થામાં એમ માને કે સતીની સંસ્થા હોય, કેવળ બાઈઓ જ રહે. તેમાં વેશ્યા વાસીદુ વાળવા આવે તે પણ કામની નહિં, એ વેશ્યાને સતી દેખે તે જ કામનું નથી. ધર્મહીન આચાર ત્યાં દેખાય તેજ કામનો નથી. સાધ્વીઓ પંચમહાવ્રત ધારક તેના ઉપાશ્રયમાં મહાશ્રાવક રહે તે ? કવખતે આવવું જવું ન પાલવે, સંચાલકે અને સર્વટાની છાયા દરેક છોકરા પર પડવાની.
ભરત મહારાજાની ભાવના :
અફસોસ કરવા લાયક આમાં કેણ? જાણે પણ ન કરે, આંધળા ઉપર ડામ નહીં, પણ અનુકંપા છે, દેખતો પડે તે દુઃખ ને ડામ છે. આ ધર્મદાસ ગણીએ પણ જણાવ્યું કે જેઓ જાણ્યા છતાં પણ કરતા નથી તે વધારે અફસોસ કરવા લાયક છે. તે જાણવું શું કરવા ? આંધળા રહીએ તે દુઃખ તે થાય પણ લેકે દયા તે કરે, તેવું ધારી આંધળા કેટલા થયા ? જાણકાર જાણ્યા પછી ન કરે તે વધારે અફસોસ કરવા લાયક, આ વાત કહી હતી તે વાતને અગે ભીખાભાઈ હાથીભાઈએ કહ્યું કે ન જાણકાર થવું સારૂં. અજાણ દુઃખ વેઠે પણ
૧૭