________________
પ્રવચન ૨૮ મું
૨૫૯
તમે શેઠ છે; મહાજન છે. પણ મૂર્ખા તમે કે હુ? તેના ન્યાય કરાવીએ, પાંચ પચીસ માણસેા જતા હતા, તેઓને ઊભા રાખ્યા, ન્યાય કરાવ્યા, બધી હકીકત જણાવી, હવે અમારા એમાં મૂર્ખા કાણુ ? બઝાર ઝવેરીને મૂર્ખ કહે કે ગમારને મૂર્ખ કહે ? પત્થર ગણુનાર રબારી તેમાં ગુન્હેગાર નથી, પણ હીરા ગણનાર હઠ પકડે તા હાંસીને પાત્ર અને. તેમ ભરત મહારાજા પોતાના આત્માને કહે છે કે ૐ ઋષભદેવ ભગવાનના ઉપદેશ સાંભળનારા, મેાક્ષ ને ભવની માજી સમજનારા છતાં રખડું તે ખરેખર મૂર્ખ ઝવેરી જેવે ગણાઉં. આ ઉપરથી તીર્થંકર ભગવાનના ઉપદેશને જાણનાર ને માનમારા છતાં જે આદરનારા ન થાય, તે જેમ દેખનાર દુઃખ ને ડામ એ ખમે તેમ દુર્ગતિ તે પામે પણ સાંભળી સાંભળી દ્વાજે.
નરકમાં સમકિતી ઊભા ઊભા સળગે છે :
નરકે ગયા ને સમકિતી થયા છે તે ઊભા ઊભા સળગી રહ્યા છે, બચવાના રસ્તે મારા હાથમાં હતા, કાહિનૂરને કાડીના મૂલે વેચી નાખ્યા. કેાહિનૂર જણાતાં મળતરા થાય તેમ મળેલા મનુષ્યભવ કે જે મેાક્ષની નિસરણી મળી હતી તે સફળ ન કરી, તેથી સમિકતીએ નરકમાં સળગી રહ્યા છે. આ મુદ્દાથી જાણી માની આઢરવાની જરૂર. તીર્થકર મહારાજા માત્ર જણાવનારા છે, તે ધર્મને અધર્મ કરવા બેઠેલા નથી, તેમ અધર્મને ધર્મ કરવા બેઠેલા નથી. દીવેા હીરા બનાવતા નથી કે કાંકરા કરતા નથી, અજવાળુ કાંટા કરતા નથી કે ખસેડતા નથી, માત્ર દીવે તથા અજવાળું પદાર્થ દેખાડે છે. તેમ અહીં જિનેશ્વરા તથા કેવળીએ ધર્મ-અધર્મનું સ્વરૂપ માત્ર મતાવનારા છે. તેથી જ નિવĪત્ત' તત્ત' કહીએ છીએ. તેવા ધર્મ કે જે તીર્થંકરે એ પ્રરૂપેલા તે પામવે। ઘણા જ મુશ્કેલ છે. માટે અહીં ધર્મ તે રત્ન કહેવાય છે, સર્વ અનને હરણ કરનારો ધર્મ છે. તે ધ રત્ન પામવું મુશ્કેલ છે ને તે ૨૧ શ્રાવકના ગુણા આવે ત્યારે પમાય. તે ગુણા ક્યા તે અત્રે જણાવવામાં આવશે.
વ્યાખ્યાનના સારાંશ—૧. ધર્મ ન જાણે ને ન કરે તે કરતા જાણી ન કરે તે વધારે મુખ. ૨. ઝવેરી માફક આપણે મુખ. ૩. આજની આપણી સસ્થાઓ. ૪. જિનેશ્વરે ધર્મ અધમ બનાવ્યા નથી પણ પ્રરૂપ્યા છે.
મ