________________
પ્રવચન ૨૭ મું
૨૪૭
બોકડામારૂ છતાં અહિંસા પરમ ધર્મ કહેવું પડયું તે શાથી? અશ્વમેધ યજ્ઞ કરતી વખતે દિવસના મધ્ય ભાગમાં ૬૦૦ જાનવર મારવા જોઈએ, યજ્ઞમાં જોડાએલે બ્રાહ્મણ માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ સુધી ઢેર થાય, આ કહેવાવાળા મંત્રથી સંસ્કારિત માંસ ખાવું જ જોઈએ, માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ ઢેર થવાનું કહેનારા અહિંસામાં સમજે શું? જે જેનેના જેને લીધે જુલમી લોકોને એ વાક્ય બલવું પડ્યું, અત્યારે જેનેના આ વાક્યને અનુસરવું પડયું તે શું જોઈને બોલે છે? જે વેદમાં કષ, છેદ, તાપ એકે શુદ્ધિ નથી, કોઈ દિવસ ધાબાપંથીઓએ દયાને હૃદયમાં પણ રાખી નથી. એ તો જૈનોના જોરથી એ વાક્ય બોલવું પડયું, હવે જૈનેને અનુસરવું પડયું તે શા કારણથી બેલાય છે? જેમ આ વાક્ય જેનેના જેરને લીધે ઉરચારવું પડયું અને પછી જેને અનુસરવું પડે, આવી રીતે બેકડામારૂ અહિંસા પરમો ધર્મ: બીજાને (જેનેને ) સમજાવે છે, તો અનાદિપણું પહેલા જેને એ કે તેમણે જાણ્યું? અન્યએ કરેલી પોતાના દેવની સ્તુતિમાં કલ્યાણને અવકાશ કરે ?
દેવના લક્ષણમાં ઊતરીએ તો સમજણ પડશે કે કોના ઘરનું વાક્ય ? બીજાઓએ રામચંદ્રને દેવપણે માન્યા. તેમણે તેમની તપસ્યા કે સંન્યસ્તથી દેવ માન્યા નથી, માત્ર રાક્ષસોનો છેડો કાઢયે તેથી દેવ માન્યા. કૃષ્ણને આપણે ભાવીદેવ માન્યા. જે માર્ગને સહાયક થયા, પોતાની રાણીઓને પણ પોતાને છેડી પવિત્ર માર્ગે જવા માગે તે રોકે અગર આનાકાની ન કરે, રણ લાવવા ખાતર લાખાના સંહાર થયા, તેવા સંગ્રામ કર્યો, તેવી રાણીએ આત્મ કલ્યાણના માર્ગે જાય તો તેમાં રોકાણ નહીં ને ઓચ્છવ કરી દીક્ષાની રજા આપે, તેથી ભાવિદેવ માનીએ છીએ. પણ જેઓ આ ભવની અપેક્ષાએ દેવ માને તેને સવારમાં કહે છે કે –“ઊઠે રે મુરારિ દહીંના મટકા કેણ ચારશે, “મુર, કંસ, બલિને મારનાર, મટકા ફેડનાર, ગોપીઓના ચીવર ચોરનાર, મોટા તૈયાયિક વિદ્વાને પણ એ જ શબ્દમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, વિશ્વનાથ કવિએ કારિકાવલીની મુકતાવલી નામની ટીકાનાં મૂળમાં,
नूतनजलधररुचये गोपवधूटि दुकूलचौराय । तस्मै कृष्णाय नमः संसारमहीरूहस्य बीजाय॥