________________
૨૫૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી હોય, તે વખતે જેઓ સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર પામી જાતિસ્મરણાદિકથી મોક્ષે જાય, ઉપદેશથી નહિ. એ પોતાના બોધના પ્રતાપે, સમ્યકત્વાદિ મેળવે; તેની ભાવનામાં કેવળ પામે ને મેક્ષે જાય, આવાને અતીર્થસિદ્ધ કહો છે, જે વખતે તીર્થકરે ઉત્પન્ન થયા નથી, તીર્થ સ્થાપ્યું નથી અથવા સ્થાપેલું વિચ્છેદ ગયું છે, તે વખતે મેક્ષે જાય તો અતીર્થસિદ્ધ કહો છો, તે અહીં માની શકાશે નહીં. કારણ તીર્થકરેએ ધર્મ અધર્મ ચીજ બનાવી નથી. તે તેઓ બોધ પામ્યા કયાંથી, આદર્યું કયાંથી, અને ફળ મેળવ્યું ક્યાંથી? તીર્થંકરાએ હિંસા જુઠાદિકને અધર્મ ને અહિંસાદિકને ધર્મ બનાવ્યા હોય તેમ છે જ નહિં. જે હિંસાદિકથી પાપ થતું હતું, અહિંસાદિકથી જે પાપ
કાતું હતું અને ત્રુટતું હતું, તે માની જણાવેલું છે પણ એમણે ધર્મઅધર્મ બનાવ્યું નથી. ત્યારે સદાકાળ હિંસાદિકને અંગે અધર્મ થતો હતો, દયા વગેરેને અંગે ધર્મ થતો જ હતો. તો તીર્થકરે નવું શું કર્યું? કંઈ જ નહિ. દીવાએ હરે બતાવ્યું પણ બનાવ્યું નથી :
એક ઝવેરીની વીંટીમાં દશ હજારનું નંગ છે. એવી વીંટી પહેરી દુકાનેથી ઘેર આવે છે, નંગ નિકળી પડયું. ત્યાં દી લાવ્યા, દીવાથી કાંકરા કાંકરારૂપે, હીર હીરારૂપે દેખા, દીવાએ નથી કર્યું હીરાપણું, નથી કર્યું કાંકરાપણું. ત્યારે શું કર્યું? કહો-દી ન હોત તો હીરાપણાવાળે હીરો પણ ગયો જ હતો. જે દી ન આવ્યા હોત તો હીરો ગયા હતા. કાંકરાપણું હજ દીવા વગર જાણત, પણ હીરાપણું તો દીવા વગર જણાત જ નહીં. તેવી રીતે અધર્મ એ દુનિયામાં પ્રવર્તત રહેત, પણ ધર્મનું જાણપણું તો થાત જ નહિં. અથવા કેઈ એમ કહેવા માગે કે દી બન્નેને જણાવનાર, જેમ ધર્મને જણાવે તેમ અધર્મ પણ જણાવે તો વ૪િ કિશો જુવો છો એમ કહ્યું તેમ અધર્મ પણ જણાવે તેમ પણ કહેવું હતું, જિનેશ્વર તત્વ જણાવે તેમ અતત્વ પણ જણાવે, ધર્મનું નિરૂપણ કરે, તેમ અધર્મનું પણ નિરૂપણ કરે, તેથી સુખ દેનાર ધર્મ કેવળીએ કહ્યો, તેમ દુઃખ દેનાર અધર્મ પણ કેવળીએ કહ્ય–તેમ કહેને? હીરો જેમ દીવે દેખાડ, તેમ કાંકરે પણ દીવે દેખાડે છે. તેમ અધર્મ પણ દુઃખને દેનાર એ પણ કેવળીએ કહ્યો છે તે કેમ બેલતા નથી? તો