________________
૨૪૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી એટલે કે નવા મેધના જેવી કૃષ્ણકાંતિ છે જેની, શેવાળની જુવાન સ્ત્રીના પહેરવાના લુગડા ચેરનાર, સંસાર–વૃક્ષના બીજ સમાન તેવા શ્રી કૃષ્ણને નમસ્કાર થાઓ. જ્યાં નેયાયિકે વિદ્વાને પણ આવી હકીકત કહી નમસ્કાર કરે, તે બાઈએ પ્રભાતીયામાં બેલે તેમાં નવાઈ શી? આ વર્તનને અંગે દેવત્વ માને તે આત્મસાધનાને અંગે મહત્વ કઈ જગે પર? મહાદેવને અંગે કૃષ્ણની જવનિકા એમના શાસ્ત્રથી તપાસો. તેમાં અમુક જગા પર સન્યસ્ત થયા, તપસ્યા કરી, ઉપસર્ગ પરિસહમાં દઢ રહ્યાં, ધર્મોપદેશ આપ્યો, એ માંહેલું હોય તે કાઢે, જેમાં સચિદાનંદ કલ્યાણ સ્વરૂપનું નામ નિશાન ન હોય, કેઈ પણ રામનુજે, શૈવે પિતાના દેવને વીતરાગ કે સર્વજ્ઞપણને લીધે માનતા નથી. વીતરાગ સર્વજ્ઞના રસ્તા લીધા નથી, તે અનાદિપણું કયાંથી જાણે? કહે કે વીતરાગ સર્વજ્ઞ થયેલા હોય તે જ અનાદિપણું જાણે ને બીજાઓને ભાડૂતી વાકય લેવું પડે.
દરેક આર્યો દાનાદિ ચાર ઘર્મ એક યા બીજા પ્રકારે કરે છે :
અહીં ધર્મરત્ન પ્રકરણ કરતાં પહેલાં જણાવે કે માનિિમ ૩ એમ કેમ કહ્યું? આદિ નથી એટલું જ નહિં પણ આ ભવ સમુદ્રને અંત પણ નથી. અનાદિ અને અનંત. આ બંને વસ્તુ જણાવવા માટે, ૩ળ વાર, પરવા. આ કાંઠે, પેલે કાંઠો નથી, આ અનાદિ અપાર સમુદ્રની અંદર જીવમાત્રને મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે. આવું મનુષ્યપણું સફળ કેમ કરવું, તે વિચારવાનું. રાજાને ઘેર જમેલા કુંવરને રાજ કેમ મળ્યું તે વિચારવા કરતા રાજ્યની વ્યવસ્થા કેમ સુંદર થાય તે વિચારવું જોઈએ. હવે મનુષ્યપણને પ્રાપ્ત કર્યા છતાં સર્વ અનર્થો હરણ કરનાર ધર્મરત્વ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. દાન, શિયલ, તપ, ભાવ કર્યા સિવાય કોઈ રહેતો નથી. તેથી દાનાદિ દરેક આર્ય-અનાર્ય, મિથ્યાત્વી, સમકિતી, ભવ્ય, અભવ્ય દરેકને ચાર ધર્મ હોય છે. કારણ કે આમાં કે અનાર્યોમાં પિતાની મહત્તા, મહકિસ્થિતિને અનુસરીને, સખાવત કર્યા સિવાય કેઈને ચાલતું નથી. સખાવત એટલે જ દાન, બધાને અંગે પોતાની મહત્તા. મહત્તાને અંગે ફરજ. ફરજને ગેઅં વાહવાહ ને વાહવાહને અંગે ચેરિટી દેવી પડે છે. દાન એ મનુષ્યને સાહજિક ધર્મ છે, કપીલાદાસી મહાવીર અગર સુપાત્રને દાન ન આપતી હતી. બીજાને કયાં નિષેધ છે? તેમ શીલમ માણું