________________
પ્રવચન ૨૬મું
૨૩૩ હોય તે કરડે તે પણ તે ડંખ હિસાબમાં નહીં લે, ને પાટીયું નહીં છેડે. ફાંસ વાગી જાય તે પણ પાટીયું નહીં છોડે, સજજડ પકડે, સમજે છે કે એક જ આધાર છે. આ ભરતીના જુવાળમાં, આ દરિયામાં આ સિવાય બીજો મારે કઈ અધાર નથી. તેમ સંસાર સમુદ્રમાં જન્મ-મરણ આદિના જુવાળમાં આધાર હોય તે, અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળિ પ્રરૂપિત ધર્મ. આ ચાર સિવાય જગતમાં બીજુ કોઈ શરણ નથી. હિત કરનાર અહિતથી નિવારનાર, કેવળ આ ચાર જ છે. આ “ચાર શરણ ગામણું'. તારા આત્માને નિરાધાર સમજ. તેને દુઃખમાં ડૂબવાની દશામાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીએ કહેલ ધર્મ આ ચાર શરણ. ચૌદ રાજલકમાં આત્માને બચાવનાર તારનાર નિરુપદ્રવ કરનાર હોય તો કેવળ આ ચાર શરણ. આ ધારણ ભવસ્થિતિને પકવી દે.
દુષ્કત નિંદન :
કેરી ઝાડે પાકે કે પરાળે પાકે? તેમ અહીં ભવ્યસ્થિતિનું પરિપકવપણું મરૂદેવી માતા સરખાને સાહજિક થાય અને આપણે પરાળ પણ પકડીયે. આ ચાર શરણ અંગીકાર કર્યા તેમાં સહજાનંદને શરણે આવ્યું. તન, મન, ધન તેમને સેંપી દીધા તેમાં વળે નહીં. સુરત નિદ્ર, મગરમચ્છોથી સુસુમારેથી પાટીયું પકડનાર જરૂર સાવચેત રહે, નહીંતર પુરૂષ અને પાટીયું બંને જળચર પકડી જાય, બંનેને ઘાણ કાઢી જાય. તેમ અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળીકથિત ધર્મ આ ચારેનું શરણ અંગીકાર કરીએ છતાં પાપને ધિકકાર ન કરીએ તો ચારના શરણ છતાં સદ્ગતિ થવી મુશ્કેલ પડે. શત્રુ તરફ ધિક્કારની લાગણી કેવી હોય ?
સં. ૧૯૧૮માં જર્મન પ્રજાને એના મિત્ર રણાંગણમાં છોડી ચાલી ગયા, ત્યારે જે વખત એના કિલ્લા ઉજજડ કરવા માંડયા, તેના હથિયાર ઉપર મિત્ર રાજ્યએ કબજે કર્યો, ત્યારે જર્મન ચાન્સેલરે જાહેર કર્યું કે અમારું એક અમેઘ હથિયાર છે, એ કઈ દિવસ મિત્ર રાજ્યથી કબજે થઈ શકવાનું નથી. એ હથિયાર બુઠું થયું નથી ને થવાનું પણ નથી, ને કબજે પણ થવાનું નથી. ભલે લિા તથા આયુધો લઈ લીધા, પણ એક અમેઘ હથિયાર એ કઈ દિવસ