________________
२४०
આગોદ્ધારક પ્રવચન શ્રેણું આવે છે, ખેતરમાં વાવેલું બીજ અદશ્ય ધૂળમાં ઊંડું છે છતાં બીજ વરસાદના સંજોગે અંકુશરૂપે બહાર આવી આખો છોડ ઊભો કરી દે છે. તેમ આ ભવનાં સત્કૃત્યે સાથે મરી જાય તે પણ મરી ગએલા નથી, જન્માંતરે બાળપણામાં તેના સંસ્કાર ઉદ્દભૂત થઈ જાય છે અને કાર્યો શરૂ થાય છે. ત્રણ છોકરામાંથી એકને કહે કે દીક્ષા લેવી છે? તે હા કહે છે. બીજાને દીક્ષાની વાત કરે તે રુવે ને ત્રીજાને દેરાસર લઈ જાવ તો રેવા માંડે છે. એક માબાપના ત્રણ છોકરાની વાત. અહીં પૂર્વના સંસ્કાર છે, પહેલા ભવના પ્રતાપે, અંકુરા માફક જે કરેલા સત્કૃત્ય હોય તેના સંસ્કારના પ્રભાવથી બીજા જન્મમાં આવી ગુણે ઊભા રહે છે. માટે કરણીનું શૂન્ય હોય તે પણ અનુમોદનાના સંસ્કાર દ્વારાએ સરવાળે દરેકને જુદો થાય છે, આખો જન્મ પાતલા કષાયવાળા થયા હોય તો અંત અવસ્થાએ પાતલા કષાય થાય છે, આખા જન્મ સુધી, ચાર શરણાદિ કર્યા હોય તે છેલ્લી અવસ્થાએ તે હાજર રહે છે, આટલા માટે સ્વભાવે પાતલા કષાય. હમેશના સ્વભાવથી કષાય પાતલા હશે તે મરણ વખતે કષાય પાતલા રહેશે. માટે મનુષ્યપણું મેળવવા માટે પાતળા કષાય કરવા જોઈએ. દરેક ગતિમાં મનુષ્ય આયુષ્ય, અને મનુષ્યની ગતિ, પાતળા કષાયે સિવાય બાંધી શકે નહિં, તેને અંગે ઊંચી સ્થિતિએ આવ્યા. આ વખતે કઈ ન કરીએ તે પછી ક્યારે કરીશું?
પ્રવચન રમું
૧૯૯૦ શ્રાવણ સુદી ૩ સોમવાર શાસ્ત્રકાર શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં આગળ જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં આ જીવ અનાદિકાળથી રખડયા કરે છે. તેને અનુભવ આ જીવને થતું નથી, પણ જે વસ્તુ અસીલ માગતો નથી, વાદી ચાહત નથી તેને વકીલ ક્યાંથી ખડી કરે છે ? શાસ્ત્રકાર કહે છે કે આ જીવ અનાદિથી રખડે છે તે વાત આડકતરી રીતિએ અન્ય શાસ્ત્રો પણ કહે છે. વ્યાસજી પણ બ્રહ્મસૂત્રમાં જણાવે છે કે આ સંસારનું અનાદિપણુ બીજ અંકુરના દષ્ટાંતે યુક્તિથી ઘટે છે, પ્રથમ અંકુર કે પ્રથમ-બીજ? તે