________________
પ્રવચન ૨૬મું
૨૩૧ સરવાળે શુન્યતામાં છે. તમારા સામાયિક પૌષધ પૂજા, પ્રભાવનામાં સરવાળે શૂન્ય છે, કેમકે અંત અવસ્થા વખતે શરીરની અવસ્થા એવી ખરાબ હોય છે કે તમે સામાયિક પૂજા–પ્રભાવના કરવાને લાયક હોતા નથી, ચાહે ૪૦, ૫૦, ૬૦, ૮૦, ૧૦૦ વરસ તમે સામાયિક પડિકમણ પૌષધ પૂજા કરી પણ ત્યાં છેલ્લી અવસ્થાએ શું થાય છે? સરવાળે શૂન્ય. કહે દુનીયાનું મેળવેલું મેલવાનું, તેમ ધર્મનું પણ મેળવેલું મેલવાનું, ચાહે જેવા ત્યાગી મહાવ્રતધારી આવતે ભવે મોક્ષે લઈ જનારા એવા અગીઆરમેં ગુણઠાણે ગએલા એવા સાધુઓ પણ સાધુપણું, વ્રત, પચ્ચકખાણ અહીં મેલીને જવાના, ગત્યંતરમાં અવિરતિ જ હોય, ચાહે ૪ જ્ઞાનવાળ થએલા હેય પણ અહીંથી નીકળે ત્યારે ચોથું ગુણઠાણું ગત્યંતરમાં સમ્યકત્વ સિવાય સાથે કંઈ નથી આવતું. કેડપૂરવ સુધી પાળેલું ચારિત્ર, પાળેલી દેશવિરતિ બધી મેલી દેવાની, કંચન-કામિની-કુટુંબ-કાય તે મેલવાના તેમ દેશવિરતિ સર્વવિરતિ જે મેળવેલા તે પણ મેલવાના. બેમાં ફરક છે ?
સંસ્કારની મહત્તા:
દુનિયામાં સંસ્કૃત્ય કરે તે પણ મરી જાય, દુષ્કૃત્ય કરે તે પણ મરી જાય. મત કેઈને છેડતું નથી. છતાં જે સત્કૃત્ય કર્યા તેના સંસ્કારે દુષ્કૃત્યના સંસ્કારો જગતમાં જાગતા હોય છે. કુમારપાળ રાજા સંપ્રતિ રાજા, વસ્તુપાળ, વિમળશા, જાવડશા, પેથડશા, બધા મરી ગયા, તેમ મહમદ ગઝની, અલાઉદ્દીન ખૂની, પણ મરી ગયેલ છે. નથી જુલમની જાળ જકડાવનાર જુલમગાર જીવ્યા. કે જગતને જાનને જોખમે જીવાડનાર પણ નથી જીવ્યા. પણ જગતમાં સત્કાર્ય-અસત્કાર્યના સંસ્કારે જીવતા છે, અને ચાલ્યા જાય છતાં પણ તેના સંસ્કાર જગતમાં જીવતા હોય છે. કંચન આદિના કારમા કચરામાં ખુંદાયેલા તેઓની કાળી સ્થિતિ આત્મામાં જીવતી રહે છે. સંસ્કૃત્યનાં કાર્યોમાં સ્નાત્ર કરનારા તેની સક્રિયા આત્મામાં સંસ્કાર કરનાર થાય છે, સત્કૃત્યવાળા સદ્દગતિમાં મુસાફરી કરે છે. કાળા કે સત્કૃત્ય નાશ પામે છે, પણ દુકુકૃત્યની કાલીમાં અને સત્કૃત્યની સુગંધ આત્મામાંથી નાશ પામતી નથી. તે જ કાલીમા અને સુગંધ એ જ આત્મામાં કાર્ય કરનારી છે. કુંભાર દંડ લેઈ ચક ખૂબ ઘૂમાવે છે, પણ ઘડાનું બનવું