________________
૨૨૯
પ્રવચન ૨૬મું
પ્રવચન ૨૬મું સં. ૧૯૯૦ શ્રાવણ સુદી ૨ રવિવાર धम्मरयणस्स जोग्गो, अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो भीरू असढो सुदक्खिन्नो ॥ ५ ॥ શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા થકાં આગળ જણાવી ગયા કે આ અપાર સંસારમાં ભમતાં ભમતાં મનુષ્યભવ પામ દુર્લભ હતે. ઓછામાં ઓછા ૨૯ આંકમાં-એટલા તે મનુષ્ય હેવી જ જોઈએ. અમુક સંખ્યામાં મનુષ્ય હોવા જ જોઈએ તેમ બતાવ્યું છે. જઘન્યથી ૨૯ આંક જેટલા ને ઉત્કૃષ્ટા ૩૨ આંક જેટલા; અમુક સંખ્યામાં મનુષ્ય હવા જ જોઈએ એટલે ઉત્પત્તિ દુર્લભ છે તેમ પણ નથી. તેમ ઉત્પન્ન થવામાં જોઈએ બે છાંટા-માતાનું રુધિર અને પિતાનું વીર્ય. મુશ્કેલી શાથી છે? મનુષ્યપણાને લાયક જે કર્મ બાંધવા તે મુશ્કેલ છે. પંદર કર્મભૂમિ સિવાય મનુષ્ય થાય નહીં. જુગલીયામાં એક જોડલું જમે, ને એક મરે. હવે પંદર કર્મભૂમિમાં વધારેમાં વધારે ઉત્પત્તિક્ષેત્ર નથી જેથી વધારે ઉત્પત્તિ થાય. મનુષ્યપણાની મુશ્કેલી બાહ્ય સંજોગોને આભારી નથી. અત્યંતર સામગ્રીને લીધે જ તેની મુશ્કેલી છે, અત્યંતર સામગ્રી કઈ ? સેનું બની જાય પછી ખાણ ખોદી કાઢ્યા જાવ પણ સેનાપણે પુદગલો પરિણમવા એ જ મુશ્કેલ, તેમ મનુષ્યપણું મેળવવામાં પરાધીનતા, ઉત્પત્તિમાં મુશ્કેલી નથી. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છીએ, મનુષ્યભવ મેક્ષની નીરસણી ગણી, એ છતાં મનુષ્યપણાના કારણો ટકાવવા ઘણા મુશ્કેલ છે. સ્વભાવે પાતળા કષાય, દાનરૂચિ અને મધ્યમ ગુણ આ પરિણતિ સમજુપણામાં ટકવી મુશ્કેલ તે અજ્ઞાનદશામાં આ કારણે શી રીતે ટકશે? પ્રોફેસરને જે હિસાબ કઠીન પડે તે ભીલ, કોળી શી રીતે કરી શકે ? કોઈ દેવતા આવીને કરી આપે તે જ આવડે. મનુષ્યપણું કેમ મળે? મેળવવું છે એ વિચાર થયે નથી, તેવાને મળતાં કેટલી મુશ્કેલી ?
પાતળા કપાય ન હોય તો તીવ્ર કષાયવાળાને નારકી તિર્યંચનું આયુષ્ય બંધાવે. હીન કષાય હોય તે દેવલેકે જાય. મનુષ્યપણામાં કયારે રહે? કાંટે ત્યારે જ મધ્યમ કહેવાય જે જમણું કે ડાબી બને બાજુ પલ્લું નમતું