________________
૨૧૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી મરચાંને અડશે નહીં, દરદી આ વાત માને છે. મારી તબીયતને તેલ, મરચું અનુકૂળ નથી. એના માબાપ, ભાઈ, બાયડી, છોકરા બધા માને છે કે આને તેલ–મરચું અનુકૂળ નથી. બધા બચાવવા પણ માંગે છે. તે માટે જુદી રસાઈ પણ કરી દે છે. પેલે આ દરદ ભયંકર જાણે છે, પણ જ્યાં જમવા બેસે, જોડે પેલાને દેખે તે વખતે કેમ થાય છે ? તે વખતે ટેસ આવી જાય છે. તેને અંગે મા-બેન, બાયડી, છોકરા આડા પડે તો પણ જાણે છે કે મને બીજ રેકે છે છતાં જીભનો હડકવા ચાલે છે ત્યાં એ જાણ્યું, માન્યું છતાં કુટુંબને હિતૈષી ગણે છતાં તે ઉપર ચીડીયા કરે છે. જ્યાં એક ઈન્દ્રિયને હડકવા આ દશા કરે છે, તે પ્રત્યક્ષ દેખીએ છીએ. તે જિનેશ્વરના વચન જાણ્યા, માન્યા છતાં પાંચે ઈન્દ્રિયોને હડકવા ચાલે ત્યાં શું થાય ? ખસ થાય તેમાં દરેક ખણવાની મનાઈ કરે છે, પિતે જાણે કે નખ અડકયે કે વિકાર મુદત વધશે, વૈદ ઠપકો દેશે, હેરાન થશે. એમ જાણે છતાં હાથ પકડી તો જુઓ. કેમ શું થાય છે? બસને અને એ પરાધીન થયે, કે બધું હિત જાણ્યું, માન્યું છતાં હિતૈષી કડવા લાગ્યા. તેમ આરંભ પરિગ્રહ વિષય કષાય બધા ખસ તરીકે વળગેલા છે. ભવચક્રમાં રખડાવનાર છે, ગુરુઓ તમને રેકે છે, છતાં ગુરુઓ પણ કડવા ઝેર લાગે છે. જગતમાં ખસવાળાને અપ્રીતિ થાય. પણ જોડેવાલાને અપ્રીતિ ન થાય, છતાં પણ આપણામાં એ દશા કે ખસવાળો પોતે રોકાવા તૈયાર છે કે ખસ ન ખરું. પણ જોડેવાળા અરે પણ શું કરવા રેકે છે? આ દુનિયા કેવી ગણવી? ખસ ખણવા રેકાવા તૈયાર પણ બીજાઓને એ પાલવતું નથી. મેહના વિકારને દાબવા તૈયાર થાય ત્યારે બીજાને એ થાય કે જુલમ થયો, અનર્થદંડમાં પણ એને નાખે, એને કંઈ ફળ નહીં. આ મેહના ઉદયની ચૂળને પેલે સહન કરવા માગે છે, ત્યારે બીજા હાથે પકડી ખણાવે તે કેવા ગણવા ? કહે જગતમાં અજ્ઞાનમાં કહો, અણસમજુમાં કહે, અહિતમાં કહે, પોતે ધર્માચરણ કરી શકતો નથી. મેહના વિકારને મેલી શકતો નથી, તેને પશ્ચાતાપ તો દૂર રહ્યો પણ બીજો કરે તેની અનુમોદના દૂર રહી, પણ ઉલટો વિદ્ધ કરનાર થાય છે. અહીં અવળી રીતિ છે ખસ નહીં પણ અણનારની વારે ઊભા રહે છે, આખી દશા પલટી છે. પોતે ન રોકી શકે, પણ પોતે બંધ ન રહે તે; બીજાને શેકવાનું જરૂર કહે.