________________
પ્રવચન ૨૪ મું
૨૧૯
રાજ્ય, લશ્કરના જોર, બાહ્ય સંગે ઉપર, અત્યંતર સંગ પર જે રહેતે તે રાજા એના બાપને તથા માને મરવા શું કરવા દેત? પણ બધું જોર બહાર ઇદ્રિના વિષયમાં, રાગ કરે તે જ કર્મબંધ, આસકિતવાળી ઈદિ કર્મ બંધાવે. નિજ રા-સંવર તરીકે પ્રવર્તાવે તે કર્મ બંધ નહીં કરાવે. રાજાને ટેકસ આપે છે તે બાહ્ય બચાવ માટે. બહારને બચાવ કરે તે પણ તમારી સ્થિતિ હોય ત્યાં સુધી, તે માટે તેની આટલી તાબેદારી માન-સન્માન તો અત્યંતર સંગથી બચાવ કરે એવું પુન્ય, તે ધર્મ, તેની મહત્તા કેમ ચાલમાં લાવતા નથી? એક જ વાત, સજજને શીખામણથી શણ થાય, દુર્જને દંડે શાણ થાય, એમ બહારની સત્તા દડે શાણું બનાવે છે. અત્યંતર સત્તા શિખામણથી શાણા બનાવવા માંગે છે. બાહ્ય રાજા, લશ્કર, દાદર, વૈદ્ય એ તો ગુલામી, એ એના હુકમ પ્રમાણે રક્ષણ કરી રહ્યા છે. મુખ્ય મુરબ્બી પુણ્ય-ધર્મનું મેં જોવામાં પણ પ્રમાદ થાય છે. આ વસ્તુ ટકાવી રાખનાર મેળવી આપનાર કોણ ? રક્ષણ કરે છે, વૃદ્ધિ કરાવે છે, નાશથી બચાવે છે. આટલું કરે છતાં દુર્જનને ૧૫૦ ઉપકાર કરે તે પણ ઊંધે જ ચાલે. એવી રીતે નશીબ, ધર્મ, રત્ન સેંકડો ઉપકાર કરે છે છતાં આપણને સીધા થવાનું સૂઝતું નથી.
ચૌદ રત્નો કરતાં ઘર્મરત્નની અધિકતા :
ધર્મરત્ન એ જ અનર્થને હરણ કરનાર છે, એવું ધર્મરત્ન આપણને મલ્યું છે પણ તેનો ઉપયોગ શામાં કરો છો ? બાળક બે વાતે ભરપૂર. સાંભળવામાં અને ચાખવામાં. પુરુષને પાંચ બાબત, પણ ધર્મરત્ન મલ્યું તેને ઉપયોગ કર્યો કરે તે વિચારતો નથી. ચક્રવર્તીના ૧૪ રત્નો જે બહાદુરી ન કરી શકે તે ધર્મરત્ન કરી શકે છે. ૧૪ રત્ન આ ધર્મરત્નના ગુલામ છે. પાણીના પ્રવાહમાં તણાઈ જતાં સુભૂમ ચક્રવતિ ૭ મે ખંડ સાધવા નીકળે છે, તે વખતે લકર સહિત દરિયામાં ડુબી જાય છે. ૧૪ રત્ન હાજર હતા, ચૌદ રત્ન શું કરે ?
જ્યાં સુધી નશીબદારી હતી ત્યાં સુધી ચૌદ રત્ન કામ કરી રહ્યા હતા. નશીબદારી નાઠા પછી ચૌદ રત્નનું કઈ ચાલતું નથી, પણ તે ધર્મરત્ન હરી શકે છે. હવે ધર્મરત્ન મળવા પહેલા જેમ ગાય દેહવા પહેલાં દોણી તૈયાર જોઈએ, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે રક્ષણ માટે કાર્યો ઉપજાવવા માટે ૨૧ ગુણની જરૂર છે. ૨૧ ગુણ દુધ