________________
પ્રવચન ૨૫ મું
૨૨૩.
ગજુ ભરાવવાનું જ. તમારા ગજા ભરવા આ બિચારાઓને હેરાન કરો છો. જે ત્રીજો ભાગ એ જ ચોથો ભાગ, ને ચોથો ભાગ એ જ ત્રીજો ભાગ છે. કજીયા દલાલે સીધો રસ્તો સુઝાડે તો પણ સુઝતો નથી. ત્રીજા ભાગની વાત બરોબર ચોથો ભાગ લખે તો પણ બરોબર શી રીતે? રૂપીએ ૧ દોકડાને ફેર આવે, સમુદાયને ચોથે એ શેષનો ત્રીજો ભાગ ને સમુદાયે ૧૦૦, તેનો ચોથો ભાગ ૨૫–પચીસ. બાદ કરી પછી; ૭૫ને ત્રીજો ભાગ તરીકે એ જ મુદ્દાએ કહ્યું કે ત્રણ ભાઈ વહેંચી લેશે એટલે તને પણ ચોથો ભાગ આવશે. ત્રણને ત્રીજા ભાગ તરીકે આવે એવું તેને આપો તો ચોથો ભાગ આપોઆપ આવી જશે. જેમ અપેક્ષા ન સમ હોય ત્યાં સુધી સમુદાયને ચોથે એ શેષને ત્રીજો ભાગ થાય તે સમજાય નહીં.
તેમ મનુષ્યપણુ દેવતાથી દુર્લભ, તે અપેક્ષા ન સમજાય ત્યાં સુધી સમજાય નહીં. જેમ જે વસ્તુના ઉમેદવાર વધારે તેમ તેમ તે સ્થાનમાં ચાન્સ ઓ છો. દેવગતિના ઉમેદવાર કેટલા? ને મનુષ્ય ગતિના ઉમેદવાર ઘણા. નારકી-દેવતા મરી દેવતા થાય નહીં. એકેન્દ્રિથી ચૌદ્રિયજી દેવતામાં ન જાય, અસંસી પણ દેવતા થાય નહિં. સંજ્ઞીપંચેદ્રિયનો અમુક ભાગ દેવલેકે જાય, દેવતા માટે અરજદાર ઓછા. હરીફ ઉમેદવાર માત્ર સંજ્ઞી પંચેન્દ્રિમાં ગણ્યા ગાંઠયા, જ્યારે મનુષ્ય, નારકી, દેવતા બધા મનુષ્ય થાય. એકેદ્રિય–બેઈદ્રિય, તેઈદ્રિય ચૌદ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય બધા મનુષ્યો થાય. મનુષ્યપણું માટે હરીફ ઉમેદવાર બધા. દેવતા માટે હરીફ ઉમેદવાર ગણ્યા ગાંઠયા. મનુષ્યપણુ માટે જે ઉમેદવાર છે, તેને અને તમે ભાગ પણ દેવતાપણાની લાયકાત ધરાવતા નથી. તે દેવતા પણ પામવામાં હરીફે ઘણા ઓછા. મનુષ્યપણામાં હરીફ અનંતા, તેમાંથી પાસ થવાનું, એવી જ રીતે બીજી બાજુ જેમાં ઘણી જગ્યા હોય તે મળવાનો ચાન્સ સહેજે જગા ઓછી હોય, તે મળવાને ચાન્સ ઘણે
. મનુષ્ય કેટલા? ગર્ભજ મનુષ્ય સંખ્યાતા, ઓછામાં ઓછી સંખ્યા હોય તો મનુષ્ય જીવોની. તે કરતાં વધતી વધતી અસંખ્યાત ગુણી વધતી જાય. તે ૪૦-૪૫ નંબરે જાય તે દેવતાની સંખ્યા આવે. ગર્ભજ મનુષ્ય કરતાં અસંખ્યાતગુણા કરતાં જઈએ, ૪૦-૪૫ આંકડા આવે, આથી દેવતાપણાના સ્થાન અસંખ્યાત અસંખ્યાત ગુણ છે. મનુષ્યના સ્થાનક મુઠ્ઠીભર છે. જેના ઉમેદવાર