________________
૨૧૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ભાંગવા ચાલ્યા જાય પણ પચ્ચખાણું પૂરું કરે પછી અટકાવનારને આશિર્વાદ દે છે. મહારાજ પચ્ચખાણ કર્યું તે ઠીક થયું, નહીંતર ન થતું. આ જીવ અનંતકાળચક્ર સુધી એકેન્દ્રિપણામાં રખડ્યો, છતાં તેને ડર લાગતું નથી. છતાં લાગે તે અમલ થતું નથી, અહીં મનુષ્યપણું મુશ્કેલ તે એકેન્દ્રિયપણામાં કઈ રીતિએ, મનુષ્યને લાયક કર્મ બાંધ્યા હશે? તે મુશ્કેલી વિચારવાથી માલમ પડશે.
તલવારથી તણખલા કાપવાના ન હોય
હવે મળેલા ભવને ઉપયોગી કરે તે તમારું કામ. ક્ષત્રિયના હાથમાં તરવાર આવી, ઘાસ કાપી નાખ્યું, મુછે હાથ દે. બેવકુફે ! તરવારથી તણખલું કાપ્યું તેમાં વધારે શું ? આ શમશેર તમારા હાથમાં આવી તેમાં જાનવરને લાયક બધાં કાર્યો કર્યા, સ્પર્શન, રસન, ઘાણ શ્રેત્ર ને ચક્ષુ ઈદ્રિના વિષયે જાનવરને પણ છે, તે જાનવર અને તમારામાં અધિક્તા શી? મનુષ્ય સરખો ભવ મ અને કામ જાનવરના ભવનું કર્યું ? મનુષ્યના ભવનું કામ કર્યું કર્યું ? પાંચે ઈદ્રિના વિષયે જાનવરના ભાવમાં પણ છે, મનુષ્યને લાયક શું કર્યું? શૂરો સરદાર શમશેર પામે તો દેશનું રક્ષણ કરે, શત્રુને નાશ કરે, તો ઠીક પણ તણખલું કાપે તો શૂરા સરદારની કે શમશેરની શોભા નથી. શુરા સરદારના હાથમાં આપેલી શમશેરની શોભા દેશના રક્ષણમાં થાય છે. આત્મા કર્મને નાશ કરે તે મનુષ્યભવની શોભા. શેભા ધર્મરત્ન પ્રાપ્ત કરવામાં કેમ ? તે જે કઈ અનર્થો, જુલમે, પ્રતિકૂળ સંગ, નુકશાને, બધાને હરણ કરનાર ધર્મરત્ન જ છે. પહેલા વિચારો કે આપણે જીવતા કોને જોરે રહ્યા. મરણને પણ અત્યારે લટકાવી રાખ્યું છે. પુન્યનું જોર છે ત્યાં સુધી મનુષ્યગતિનું આયુષ્ય છે, ત્યાં સુધી જમ આંટા મારે છે, અત્યારે જમનું જોર ચાલતું નથી. પાંચે ઈદ્રિયોનાં પરાક્રમ પ્રસરી રહ્યાં છે તે કોના જોરે? જે વખતે ધર્મની ખામી હશે તે વખતે બીજી ગતિઓમાં સાંભળતા બંધ થઈએ છીએ. સજજને શિખામણે દુર્જને દંડે ડાહ્યા થાય?
પાંચે ઇદ્રિનું પરાક્રમ કોને આધીન? બાહ્ય જુલમથી તમને બચાવે તેને ટેકસ આપ છો. મેળવવાનું તમારી મેળે, રાજા માત્ર બચાવે છે. બકરીથી બચાવે છે, સિહથી નહીં બચાવે, રાજાના