________________
પ્રવચન ૨૩ મું
२०७ તેથી ગયો. કઈ પણ મનુષ્ય દેવ અજ્ઞાની હોય તેમ માનવા તૈયાર નથી. ક્રોધી, માની, માયી હોય, તેમ માનવા તૈયાર નથી. માને તે જે સુદેવ હોય તે જગતનું હિત–સુખ કરનાર પવિત્ર-સરલ કેધાદિક રહિત સર્વજ્ઞાનવાળા આવાજ સુદેવ હોય, ગુણમાં વિવાદ ન લેવાથી હરિભદ્ર-સૂરિજી કહેવાને હિંમત ધરાવે છે કેઃ પૂશ રહેવાના ઈત્યાદિ જે તીર્થંકર મહારાજ સર્વદેવને પૂજ્ય છે, સર્વગીને ધ્યાન કરવા લાયક છે, તમારૂં શાસ્ત્ર દેવતાને અસંખ્યાતમો ભાગ સમકિતીને પૂજે છે, ૯૯ ટકા નહીં પૂજનારા તેને ૧૦૦ ટકાથી પૂજ્ય શી રીતે બનાવે છો? જિનેશ્વર મહારાજ સર્વ દેવને પૂજ્ય છે, તે શી રીતે? શાસ્ત્ર અસંખ્યાત ભાગે પૂજ્ય ગણવે, તમે સર્વ દેવને પૂજ્ય કહો. ગુણી વ્યક્તિ તરીકે અસંખ્યાત ભાગ પૂજનારે છે, પણ સર્વદેવતાઓ કુદેવને પૂજે છે તે ગુણે ધારીને પૂજે છે. ગુણ માનવા એમાં સમ્યકત્વ નથી, સમ્યકત્વ ગુણીની માન્યતામાં આવવાનું, જમાલી, શાળા, સર્વજ્ઞ-તીર્થકરપણું ન માન હતું તેમ નહીં. મહાવીર સર્વજ્ઞ કે તીર્થકર નહીં-તેમ માનતો હતો. ગુણ માનવાથી સમ્યકત્વ થતું હતું તે ગોશાળ અને જમાલી મિથ્યાત્વી ગણતે નહીં. દેવતા બધા મિથ્યાત્વી ગણાતે નહીં. ગુણમાનવાળા છતાં ગુણીને ગુણ તરીકે ન માને ત્યાં સુધી મિથ્યાત્વ રહે છે, એ માટે વ્યક્તિને તપાસવાની જરૂર રહે છે. જે કુદેવાદિને પણ સુદેવાદિ તરીકે માનનારા છે તે ગુણ માનનારા છે. તેથી એ જીવો અભવ્ય ન હોય તેમ કેટલાકએ માન્યું. કેટલાએક વ્યવહાર પ્રવૃત્તિઓ અન્ય મતમાં જ હોય, વસ્તુ ન સમજે હોય ત્યારે કુદેવાદિને સુદેવાદિ માની લે, સુદેવ, કુદેવપણું શું તે ન સમજે તે અપેક્ષાએ આભિગ્રહિક મિશ્વાત્વ છે એમ કેટલાક માને છે. ઘ દષ્ટિએ આભિગ્રાહિક મિથ્યાત્વ હોય, તત્વદષ્ટિએ આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યમાં ન હોય–આમ માનવામાં અડચણ આવતી નથી.
જૂઠું બોલે તે બેઈમાન ખરે, પણ સાચું ન બોલે તે એ બેઈમાન નહીં, દાભડીને ઈમાનદાર કહેવી કે બેઈમાનદાર કહેવી ? સાચું બોલતી નથી. મેક્ષને માને, મેક્ષને ઈચ્છે છે તે “ભવ્ય”. આ નિયમ પણ મેક્ષને ન માને, મોક્ષને ન ઈચછે તે “અભવ્ય આ નિયમ નથી.