________________
૨૧૨
આગદ્વાર પ્રવચન શ્રેણી માનવા તૈયાર થયા. જન્મથી અત્યાર સુધી જે માથે લઈ ફર્યા તે અમે ખોટી કહીએ તે સાંભળી શી રીતે શકો ? સ્ત્રી, છોકરા, ધન, હાટ, પ્રાણ કરતાં અધિક ગણે, “નારી નરકની દીવડી” કહીએ તે તમારાથી સહન થયું કેમ ? ગંભીરતા ન હોય તે સાંભળી શી રીતે શકે? કહે પ્રથમ ધર્મ સાંભળનારમાં આશ્રવનાં કારણે, આશ્રવ તરીકે સાંભળવાની ગંભીરતા એ મુશ્કેલ છે. ઉદયના કારણેને દુર્ગતિના કારણે કહીએ તે છે સાહેબ કહો છો. જે ગંભીરતા ગુણ ન હોય તે શું થાય ? તે ખામી હોવાથી સુધારક ધર્મથી દૂર રહ્યા. પહેલા ગુણમાં ખામી ન હોત તે વિચારમાં ઉતરત, સાચું ખોટું તપાસતે, તે ધર્મ પામી જાત. તુચ્છતા-ગંભીરતા શું કામ કરે તે સમજે, સાંભળવામાં તુછતા જવી જ જોઈએ. જિનેશ્વરના વચન સાંભળવાની ગંભીરતા લાવવી જોઈશે, અનાદિકાળથી જેને તમે ઈષ્ટ–અનિષ્ટ ગણ્યા છે તેને ઉલટા સાંભળવા પડે છે, જુલ્મીઓ તેપ બંદુકથી જે કામ ન કરે, તે અક્કલવાળા અકકલથી કામ કરે છે. અનાદિકાળની વાસના એક કલમે ફેરવી નાખે છે. દુઃખરૂપ તપસ્યા કરીશું તેમ પરીસહ ઉપસર્ગ સહન કરીશું તે કલ્યાણ થશે, આમાં ભટકવાનું છે. સમ્યકત્વ પામતા પહેલાં ગ્રંથીભેદ તે વિપર્યાસ, અનાદિકાળની પુગલમાં સુખબુદ્ધિ પલટાવવી, એટલું જ નહીં પણ ઈષ્ટ વિષમાં અનિષ્ટ બુધિ રાખવી, જે વિષયે સુખને સાધન ગણ્યા હતા તે દુઃખના સાધન ગણવા. ભૂખ, તરસ, તડકો જે અનિષ્ટ ગણ્યા હતા, તે ઈષ્ટ ગણવા, કહો ગ્રંથી ભેદાઈ કે નહીં ? આ ગ્રંથી ભેદ વખતે જે ઉપદેશ અપાય, સુખને દુઃખરૂપ ગણવાનું કહ્યું. તે કાનમાં શી રીતે ઉતરે? સુખને દુઃખ શી રીતે ગણે? અનાદિની ભડક હતી તે કરણીય છે. તે સંભળાવવું તે સાંભળવું. જે તુચ્છતા હોય તે તે શી રીતે બને? પણ આ સાંભળી શકે, માની શકો તે પૂરેપૂરી ગંભીરતા હતી, તે માટે ધર્મરત્નને લાયક, અશુદ્રગંભીરતાવાળે, જિનવચન સાંભળે, માને તે માટે ધર્મરત્નના ૨૧ ગુણમાં અક્ષુદ્ર ગુણ બતાવ્યું. હવે તેને વધારે અધિકાર આગળ જણાવવામાં આવશે.