________________
પ્રવચન ૨૪મું
૨૧૩
પ્રવચન ૨૪મું સં. ૧૯૯૦ અષાડ વદ ૦))
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ રચતા આગળ જણાવી ગયા કે, દરેક મતવાળા કહે છે કે, સંસાર ચક્રમાં મનુષ્યભવની મુશ્કેલી છે, તે શાથી? કહો કે નથી બીજા પાસેથી લેવાને; નથી બીજાને તેમાં અડચણ, તેમ નથી તે ઉત્પત્તિને અંગે દુર્લભ, અનાદિ સ્વભાવને લીધે કર્મ બાંધ્યા હોય ત્યાં તે પ્રકારે તેની ઉત્પત્તિ થઈ જાય છે. મુશ્કેલી શાથી? એના કારણભૂત શુભ કર્મ બાંધવું. તે જ મુશ્કેલી છે, આપણે માટે પણ મનુષ્યભવની સામગ્રી એકઠી કરવી ઘણી મુશ્કેલ છે. દુર્વ્યસન રહિતપણું, મધ્યમસરના ગુણો. સ્વભાવે પાતળા કષાય, દાનરૂચિ, આટલી વસ્તુથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. આવી સારી દશામાં તે વસ્તુ મુકેલ તે અજ્ઞાનદશામાં ક્યાંથી મળી જાય? દેખતા, બાહાશીવાળાને, સંપૂર્ણ ઈંદ્રિયવાળાને ભુલા પડ્યા પછી માગે આવવું મુશ્કેલ છે. તેમ આપણને આટલી ઊંચી દશામાં એ દશા લાવવી મુશ્કેલ છે. તે અજ્ઞાનપણમાં એ દશા મુશ્કેલ તેમાં નવાઈ શી ? જ્ઞાનદશામાં ન બની શકે તે અજ્ઞાનદશામાં તેવાં શુભ કર્મ બાંધવા તે મુશ્કેલ છે, પ્રકૃતિએ પાતલા કષાય, દાનરુચિ, મધ્યમગુણે, સમજુ દશામાં પ્રાપ્ત થવા મુશ્કેલ તે અણસમજમાં શી રીતે મળે? જ્યાં મનુષ્યપણાની ઈચ્છા, પ્રયત્ન નથી તેવી જગેએ મનુષ્યપણાના કારણ મળી જાય, મનુષ્યનું આયુષ્ય બંધાઈ જાય ત્યાં ભવિતવ્યતાના ચગે જ થઈ જાય છે. કોઈ પણ મનુષ્યને કે જાનવરને પાણીના પ્રવાહમાં તણાયે :છતાં આયુષ્યની પ્રબળતાથી, નીકળેલે દેખીએ તેથી ડૂબવાથી નિર્ભય બન્યા ખરા ? ભરોસો રખાય નહીં, જ્યારે આ પ્રત્યક્ષ દેખીએ છીએ છતાં ભરેસે રહેતા નથી. એ તો કથંચિત્ પુન્યસંગે બની જાય, તેથી કઈ દિવસ ભારેસે રહેતા નથી. તો આ મનુષ્ય જિંદગી ચાલી ગઈ, તે એકેન્દ્રિયપણામાંથી, અસંજ્ઞીપણામાંથી મનુષ્યપણું મળી જશે એ ભરોસો શી રીતે રાખી શકાય? જેવડું જળાશય તેવડું ચક્કર થાય છે. અહીંથી ચૂક્યા તે અનંત ઉત્સર્પિણી,-અવસર્પિણીનું એક કાળ ચક્કર, તેના ચકકરમાં જઈ પડવાના. બાદર અને સૂક્ષ્મ નિગદમાં જવાના. કદાચ બચી