________________
૨૦૨
આગદ્વાર પ્રવચન શ્રેણી ધર્મ કહેવાતું હોય મશાનમાં કાં તે, રાજાના પરાભવમાં કે રેગને પરાભવ હોય ત્યારે કર્મની વાસના આવે છે. એ સિવાય કર્મ જેવી વસ્તુ ખ્યાલમાં કયારે આવી? તે આ જીવ દરેક પ્રવૃત્તિમાં કર્મ બાંધે છે. આ જીવની કેઈપણ પ્રવૃત્તિ કર્મબંધન વગરની નથી. આ માન્યતા ક્યારે? તે કે એ માન્યતા આસ્તિક્તાના અંગે જેને કઈ પણ પ્રવૃત્તિ શાસ્ત્રોની અપેક્ષાઓ જેમ કે—પાંપણનું હાલવું તે પણ કર્મબંધન કરાવનાર તે પછી આ જીવ કર્મબંધ વગરનો ક્યારે? ભોગવવામાં કલનના કાદવમાં જેટલું વધારે કુદ્ય તેટલો વધારે ઊંડે ઊતરી જાય, તેમ આ સંસારમાં જેટલી પ્રવૃત્તિ વધારે થઈ તેટલા વધારે કર્મબંધન. દરેક પ્રવૃત્તિમાં કર્મબંધન થાય છે. તે લક્ષ કેટલું ટકે છે? આ દષ્ટિ ન આવે તે આપણે જેનામતના આસ્તિક નથી. હવે કર્મ બંધાય તે ભેગવવાના ન હોય તે પંચાત નથી. કર્મ એ શરીરને બંધાતું નથી, મન-વચનના પુદ્ગલોને બંધાતું નથી. કર્મ બંધાય છે કોને? મુનીમ, કાલીદાર–ખજાનચી, છોકરો લેણદેણ કરી આવે તેની જોખમદારી શેઠને માથે. જે શેઠને માથે જોખમદારી ન હોત તે, સારા મુનીમે, કીલીદારે-ટ્રેઝરર શેધવાની જરૂર ન પડતે, મુનીમની-છોકરાની એકે એક હીલચાલ કે વાત પર કેટલું ધ્યાન રાખીએ છીએ? જેમ શેઠ છોકરાઓ, મુનીમે અને કલદાર ઉપર પૂરતી તજવીજ-નજર રાખે છે, તેમ આ જીવ સમજે છે કે કાયા-વચન-મનની ચાહે જેવી પ્રવૃત્તિ, તેની જોખમદારી મારા ઉપર છે. આ વિચાર આવે ત્યારે, સાવચેતી થાય ત્યારે જ આસ્તિક્તા. મેંઢાની આસ્તિક્તા કામ લાગવાની નથી. આ ત્રણ (મુનીમકીલીદાર ને છોકરો) પાવરથી કરે છે. પણ જોખમદારી શેઠની. આપણે ત્રણેને પાવર આપી દીધું છે અને શું કરે છે એ જોવું નથી, કહે કે જોખમદારીને ખ્યાલ નથી. જોખમદારી હોય તે કરો, મુનીમ–કે કાલીદાર ઉપર ધ્યાન રાખ્યા વગર રહે નહીં, તેમ અહીં મન, વચન અને કાયા ત્રણ જેગેની પ્રવૃત્તિ ઉપર ચાંપતી દેખરેખ રાખે નહીં, ત્યાં સુધી તમે જોખમદારી સમજયા નથી. પાવર ત્રણેને આપી રાખે છે, પછી તે શું કરે છે તે ન જેવું તેને અર્થ, “અક્કલના આંધળા ને ગાંઠના પૂરા.” તેમ આત્મા ગાંઠને પૂરે ને અક્કલને આંધળે છે, નહીંતર પાવર આપ્યા છે તેની દેખરેખ કેમ ન રાખે? પણ જોખમદારી સમજ્યો નથી, નહીંતર ત્રણે ઉપર ચાંપતી દેખરેખ રાખ્યા વગર રહે નહિં. કાયાથી–વચનથી–મનથી જે થએલું તેને જોખમદાર