________________
પ્રવચન ૨૨ મું
૧૯૧ ચાહે જાતિભવ્ય હોય અભવ્ય હોય કે નિગોદનો આત્મા હોય, દરેક આત્મા કેવલ્યજ્ઞાન વીતરાગ સ્વરૂપ જ છે.
તેમાં નવું શાથી? અભવ્યને કેવલજ્ઞાનવરણીય, માનીશ કે નહિ? અભવ્યને જ્ઞાનાવરણીયની ચાર પ્રકૃતિ માનીશ કે પાંચ ? તો કે પાંચ જરૂર માનવી પડશે. તેમ દર્શનાવરણયમાં કેવલ દર્શનાવરણીય માને મેહનીયને અંગે સમ્યકત્વ વિગેરે માને, તો કેવળજ્ઞાનાવરણીય છે, નહિ તી રોકશે કોને? કેવળ સ્વભાવ માનીએ તો જ કેવળ રોકાયું મનાશે. અપ્રત્યાખ્યાન કષાયે પ્રત્યાખ્યાનને રોકયું. કયાં ? સંજવલન કષાયે વીતરાગપણું કર્યું. કયાં? જે વીતરાગપણું નથી તો કર્યું ક્યાં? માટે અભવ્ય આત્માપણ કેવળજ્ઞાન – દર્શન વીતરાગતા
સ્વરૂપે છે.
દરિયાના તલે પડેલી સેનાની ખાણ, તે સોના તેને ઘાટ-ઘડામણ નહીં તેમ અભવ્યના આત્મામાં સ્વરૂપે કેવળજ્ઞાન રહ્યા છતાં તે કર્મ ખસવાના નથી અને પ્રગટ થવાના નથી. તે છતાં સ્વરૂપે છે એમ કહેવું પડશે. આથી આત્માનો સ્વભાવ-કેવળજ્ઞાન, દર્શન-વ્રત, પચ્ચખાણ, વિતરાગપણું તો આત્માને નવું પામવાનું નથી. માત્ર આવરણ ખસેડવાની જરૂર છે. માટે સત્ય ધર્મરૂપી રત્ન–અનર્થ હરણ કરનાર તિ પામવું મુશ્કેલ છે. હવે તેનું કંઈ સાધન ? કેટલાક સાધન સ્વભાવ અને લાયકાત પર આધાર રાખે છે. કોલેજમાં ઊંટ, ગધેડા મોકલી આપે તો પ્રોફેસર શું કરે ? એ ત્યાં બાર વરસ રહે તો પણ કંઈ ન વળે, તો પ્રોફેસરની દાનત ખરાબ છે ? ના, કંઈક તો પાત્ર જોઈએ. પ્રોફેસર શિક્ષણ આપવા માગે તેમાં શિક્ષણ લેનારની લાયકાત જોઈએ. તેમ ધર્મરત્ન મેળવવામાં પણ લાયકાત જોઈએ. તે કઈ લાયકાત? તો કે ૨૧ ગુણોની. તે ગુણોથી લાયકાત કેમ આવે છે તે વિગેરે અધિકાર આગળ જણાવવામાં આવશે.
પ્રવચન ૨૨ મું
અષાડ વદી ૧૩ મંગળવાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે-આ અપાર સંસાર