________________
પ્રવચન ૨૨ મું
૧૯૩ આત્માની કિંમત નથી વસી પણ તે ક્યાં સુધી? જેમ પિતાની સ્થિતિને અંગે વિચારે ત્યાં સુધી જ ખાજાની કીંમત નથી, પણ જગતની સ્થિતિની અપેક્ષાએ વિચારે તે ખાજાનો ભૂકો મળવો મુશ્કેલ દેખો પણ મુશ્કેલ કાપણે પોતાની વર્તમાન દષ્ટિએ દેખીએ ત્યારે મળેલા મનુષ્યપણાની દુર્લભતા માલમ નહીં પડે. સમજણ સાથે બળીયુ મળેલું હોવાથી આપણને આપણી દષ્ટિએ માલૂમ પડવાની નહીં, પણ જગતની દષ્ટિએ માલમ પડે ત્યારે દુર્લભતા સમજે, ઘઉંનું કે ઘીનું નામ સાંભળવાનું નથી, તેવાને ખાજાની દુર્લભતા કેટલી તે માલમ પડે, તો આ ભવની દુભતા કેટલી તે માલમ પડશે. અનેકમાં આપણે જ કેમ અપૂર્વ વસ્તુ મેળવી?
આપણે પણ જીવ છીએ, ઝાડના ફળ, ફૂલ વગેરે પણ જીવ છે. આપણે અહીં કેમ આવ્યા? તે ત્યાં કેમ ઉત્પન્ન થયા ? કહો કે આપણે કંઈપણ પુન્ય કરેલા, તે પુન્ય સહેજે બને તેવા હોય તે તે જીવોને પણ પુન્ય થઈ ગયા હતે, તે જીવોએ પુન્ય નથી કર્યો, તેથી તે ઝાડ વગેરેમાં ગયા, તે આપણે તેથી વધારે અને મુશ્કેલીવાલા પુન્ય કર્યા ત્યારે અહીં આવ્યા છીએ. સર્વ જીવોના પ્રયત્નથી જે ચીજ ન બની તે પહેલા ભવના પુન્યથી બની ગઈ, અસંખ્યતા બે ઇંદ્રિયવાળા, તેઈદ્રિયવાળા ચઉરિંદ્ર, સમુદ્ધિમ મનુષ્ય, અનંત નિગોદીયા જે વસ્તુ મેળવી શક્યા નથી તેવી વસ્તુ આપણે પૂર્વના પુન્યથી મેળવી શક્યા છીએ, જે અનંતાને ન મળી, અસંખ્યતાને ન મળી તે આપણે નશીબથી મેળવી શક્યા. જેમ પાદશાહે લાખો અને કરોડના મનુષ્યના નશીબ કરતાં ચડીયાતુ નશીબ મેળવ્યું, ત્યારે જ પાદશાહ થયા, લાખે કરોડોના માલિકરૂપે રાજા થયા, તેમ અસંખ્યાત છે વડે જે નશીબ ન મેળવાયું તે નશીબ આપણે મેળવ્યું છે. આ ચડતી સ્થિતિ નવી કરવાની નથી, કૃત શri નાસ્તિ સિદ્ધ વસ્તુને કરવાની હોતી નથી, તેથી તે બાબતને ઉપદેશ કરવાની જરૂર નથી. તે મનુષ્યપણાનો ઉપદેશ કરેલ નથી. મનુષ્યપણું તને મળ્યું છે, મળેલું છે તે અનંતા જીવોની પુન્યની રાશિ કરતા અત્યંત ચડિયાતી પુન્યની રાશી થઈ ત્યારે મનુષ્યપણું મળેલું છે. કમતી પદાર્થનું રક્ષણ સાવચેતીથી કરવાનું હોય
આવું મનુષ્યપણું મળ્યું, તે શાક લાવી જેટલું જતન કરીએ, ૧૩