________________
૧૯૪
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી વળી તે કરતાં ચાંદી, સોનું-ઝવેરાતની વધારે સાવચેતી કરીએ, મેંધી વસ્તુનું રક્ષણ પૂરા પ્રયત્નથી કરીએ. જે વસ્તુનું રક્ષણ અશક્ય છે, ચાહે તે કરે, આ વસ્તુનું રક્ષણ છે જ નહીં, ચાહે તીર્થકર, ગણધર, કે કેવળીની તાકાત મેળવે તો પણ આ વસ્તુનું (શરીરાદિનું) રક્ષણ નથી, તીર્થકરોની પણ જિંદગી પૂરી થઈ, અર્થાત્ આ મનુષ્ય જીવન એવી ચીજ છે કે તે રાખી શકાય તેવી ચીજ નથી, જે મુશ્કેલીથી મળી, કીંમતી છે, રાખી રહે તેવી નથી તે તેનું શું કરવું? નદીમાં ચોમાસામાં આવેલું પૂરતું પાણી કીંમતી છે, પણ રાખેલું રહે તેવું નથી, તેની વ્યવસ્થા નહેર બેદી કરી લેવી પડે. એ તે દરિયા તરફ ચાલ્યું જ જવાનું છે. સુદેવમાં ૧૮ દોષ ન હોય
તેમ મનુષ્યજીવન દુર્લભ છતાં ચાલ્યું જવાનું છે, તીર્થકર, ગણધર, કેવળીએ મન:પર્યવ જ્ઞાનીઓની જિંદગી અમર રહેવા પામી નથી. આથી દિગંમ્બરમાં અને આપણું વેતાંબરોમાં ફરક પડે છે, આપણે દેવને માનતા શું જણાવ્યું? કે દેવપણું ન જોઈએ એટલે જેને દેવ માનીએ તેમાં કુદેવના લક્ષણો હોવા ન જોઈએ, ના જો મથકાન, ઈત્યાદિક કુદેવના લક્ષણે તે લક્ષણો શું દેવમાં ન જોઈએ? આ અઢાર દૂષણો ન હોય તે સુદેવ એમ નહીં. ત્યારે સુદેવમાં આ અઢાર દૂષણો ન હોય. કુદેવ સાથે વ્યાપેલા અઢાર દો તે અઢાર દેશે સુદેવમાં ન હોય, મહાવીર મહારાજામાં સર્વજ્ઞપણું વીતરાગપણું હતું, સરાગીપણું છદ્મસ્થપણું ન હતું, જે જે વીતરાગ જે જે સર્વજ્ઞા તે બધા મહાવીર નહીં, સરાગીપણું અને છસ્થપણાનો અભાવ તે દેવપણું નહીં, જે જે સર્વજ્ઞ જે જે વીતરાગ તે બધા મહાવીર નહીં પણ મહાવીરમાં સર્વજ્ઞાપણું અને વીતરાગપણું ખરું, છદ્મસ્થપણું અને સરાગીપણાને અભાવ, તે મહાવીરમાં છે. રાગવાળા અમારા દેવ ન હોય, બ્રહ્મા, મહાદેવ હરકેઈ હાય, રાગાદિક એ કુદેવનું ચિહ્ન છે. અને સુદેવમાં રાગાદિક ન હોય, પણ જ્યાં જ્યાં રાગાદિક ન હોય ત્યાં સુદેવપણું છે એમ નહીં. પછી જેટલા વીતરાગે કેવળીયો, બધા દેવ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં શૈત્ય છે ત્યાં ધૂમાભાવ છે, ત્યાં બધે શૈત્ય છે એ નિયમ નથી, અગ્નિ છે ત્યાં ધૂમાભાવ નિયમિત નથી. ત્યાં ધુમાડે હોય. તા કહો કે અગ્નિ અભાવ કે ધૂમાભાવ એ