________________
૧૯૨
આગમેદ્વાર પ્રવચન શ્રેણું સમુદ્રની અંદર મનુષ્ય ભવની પ્રાસિ થવી બહ દુર્લભ છે. કાલે કહી ગયા કે ધર્મનું સ્વરૂપ ધર્મને લાયક ગુણો બતાવે તે પ્રતિજ્ઞાનુસાર હતું. પણ મનુષ્ય જન્મની દુર્લભતા જણાવવાની જરૂર શી હતી? અનર્થ હરણ કરનાર ધર્મરત્ન મળવું દુર્લભ છે એ પ્રકરણને અંગે બેલવું વ્યાજબી હતું. પણ સંસાર સમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે. આ હકીકત કહેવાની જરૂર ન હતી. કારણ પ્રથમ કહી આવ્યા છે કે ધર્મરત્નના અર્થી જીવોને કંઈક ઉપદેશ આપું છું, તો પછી મનુષ્ય ભવ અને ભવ સમુદ્રને અંગે સંબંધ શું હતો ? જેથી પહેલાં રામાણિ િરૂપરે એ પદ કહ્યું? વાત ખરી, એટલા માટે જ કવિ શબ્દ મૂક છે, મને શખથી મનુષ્યપણું નવું પામવાનું નથી, પ્રાપ્ત થએલું છે, પણ પ્રાપ્ત થએલાની કિંમત બતાવીએ છીએ. અર્થાત્ સામાન્ય દૃષ્ટાંત કહ્યું હતું. ખાવાનું ન મળે તે ખાજાને ભુક્કો ખાય
પાદશાહે પૂછ્યું કે આ દૂબળે દુર્બળ કેમ? તો ઉત્તર આપ્યો કે તેને ખાવાનું મળતું નથી. પાદશાહે કહ્યું કે ખાવાનું ન મળે તો ખજાને ભૂકે ખાય. પાદશાહે સાચું કહ્યું પણ પિતાની અપેક્ષાએ સાચું છે. કેમ? તો કે એને ખાજાને ભૂકે ફેંકી દેવાની ચીજ, બાળપણથી ખાનદાનીમાં ઉછર્યો છે, તેથી ખજાનો ભૂકે એણે ખાધો નથી. મહેમાન આખે લાડ ખાવાના નથી પણ આ પીરસે પડે છે. કકડા પીરસાતા નથી. કારણ એ જ કે ઉચિતતા એ હતી કે અખંડ વસ્તુ આપવી. તેમ પાદશાહ ખાજાના કકડા કરી ખાય, આખું ખાનું કઈ ખાતું નથી, છતાં ભાણમાં આખું ખાજુ અખંડ પીરસાય. ખાતાં જે ભૂકે પડે તે લે નહીં. પાદશાહની અપેક્ષાએ ખાજાનો ભૂકો ફેંકી દેવાની ચીજ, તેથી પાદશાહ પિતાની અપેક્ષાએ સાચું જ કહે છે, કે ન મળે તો ખાજાને ભૂકે ખાય. પણ પિતાની દષ્ટિ ન રાખતાં આખા જગતની દૃષ્ટિએ જએ તો ખાજાના ભુક્કાની દુર્લભતા માલમ પડે. જ્યારથી સમજ થયે ત્યારે ખાજાનો ભૂકે એ કંઈ ચીજ જ નહીં. પણ જગતની દષ્ટિએ જુએ તો ખાજાનો ભૂકે દુર્લભ માલમ પડે. જ્યારથી સમજણ થયા ત્યારથી મનુષ્યપણાનું ખેળીયું જોઈએ છીએ, આ જીવ પણ જ્યારથી સમજણું થયું ત્યારથી શરીરને જ દેખે છે. તેથી આ