________________
૧૯૦
આગદ્વાર પ્રવચન શ્રેણી કરો એ દ્વારા પ્રવતિ કરાવતા નથી. ઈષ્ટ સાધન જણાવી પ્રવૃત્તિ કરાવે, અનિષ્ટ સાધન જણાવી નિવૃત્તિ કરાવે, દાન, શીલ, તપને ભાવ કરે એમ કહેવાની જેટલી જરૂર નથી, તેટલી જરૂર તેના ફળ દેખાડવાની છે. હિંસાદિકથી જે ફળ મળે તે દેખાડી તેની નિવૃત્તિ કરાવાય છે. ફળ દેખાડી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે છે, ધર્મરત્ન થે એમ નથી કહેતા, આ ધર્મરત્ન અનર્થને હરણ કરનારું છે. જે તમારે અનર્થને નાશ કરે હોય તો ધર્મની જરૂર છે. જગતમાં કિંમતીપણું સમયે કે લાલચ થઈ, કિંમતીપણું ન સમજે તો લેતો નથી. લેવામાં કિમતીપણું કારણ, તેમ અહીં ભવ્ય જીવે ગ્રહણ કરવા લાયક હોય તે શું બતાવવાનું? ઈષ્ટ પ્રાપ્તિનું કારણ અથવા તો અનિષ્ટ નિવારણના નામે ગ્રહણ કરાવે છે, આત્માના સ્વરૂપની અપેક્ષાએ ઈષ્ટ પ્રાપ્તિ કઈ ચીજ નથી.
દી તૈયાર છે અજવાળા માટે માત્ર બારણું આ ડું છે. તેને દીવાસળી, કેડિયા, દીવેલ, દીવેટની જરૂર નથી, કમાડ ખેલ્યું કે અજવાળું, તેમ આત્માના સ્વભાવે દર્શનજ્ઞાનનું ક્ષાયિકપણું, વીતરાગપણું વિગેરે પ્રગટ થાય. સ્વરૂપે સર્વ આત્મા કેવલ જ્ઞાનાદિકવાળા છે :
ચાહે અભવ્યને, મિથ્યાત્વને કે નિગોદને આત્મા હોય, એક પણ આત્મા એ નથી કે જેને સત્તાથી કેવલજ્ઞાન, દર્શન કે વીતરાગપણું નથી. જેવું સિદ્ધમાં તેવું નિગોદીયામાં અભવ્યમાં કે મિથ્યાષ્ટિમાં છે. તો સિદ્ધ અને નિગોદીયા સરખા ખાણમાંથી સોનું નીકળ્યું તેની લગડી કરી. તે સેનું રેતમાં ભળેલું છે. સોનું તેની જાત એક, જાતમાં ફરક નથી, ફરક માત્ર પેલામાં માટી કે ઈતર ધાતુ ભળેલી છે, આ લગડીમાં માટી ભળેલી નથી. સિદ્ધનો આત્મા કરમના કચરાથી ભળે નથી. ને આ આત્મા કરમના કચરાથી ભળેલ છે. જેમ જાતથી સોનામાં ફરક નથી, તેમ સિદ્ધ અને નિગદના આત્માની જાતમાં ફરક નથી. કદાચ કહેશે કે ભવ્યના આત્મા કેઈ દહાડે સિદ્ધિ પામશે તેથી તેમાં કેવળ છે–એમ માનીએ પણ જાતિ ભવ્ય કે અભવ્યના આત્મામાં તે પ્રગટ થવાનું નથી, તો છે એમ કેમ માનવું ? ભલા જે મેક્ષે જવાના નથી તેને અંગે જણાવવાનું કે જ્યાં ત્રપણું જ કઈ વખત પામતા નથી તેવાને માટે તેમાં અનંત-જ્ઞાન-દર્શન–ચારિત્ર માની શકે નહીં ?