________________
૧૮૮
આગમેદ્ધાર પ્રવચન શ્રેણી પ્રાપ્તિ આપોઆપ થઈ જશે, આશ્રવ અટકવાથી–પાપ રેકાયું તો પુન્ય તૈયાર છે કેમ? વિચારો જેણે મહાવ્રત લીધું, તેને દેવકની ઈચ્છા નથી. દેવતાના આયુષ્યની ઈચ્છા નથી, છતાં તે બંધાઈ જાય, તેથી સરાગસંયમ છે, તે દેવતાનું આયુષ્ય બંધાવનાર છે. નારકી કે તિર્યંચ ગતિ રોકાઈ એટલે આપોઆપ દેવતાઈ ગતિ આવવાની. કેવળી પુન્યબંધ માટે પ્રવર્તતા નથી, અશુભ ગ રેકાયા એટલે આપોઆપ પુન્યનું આવવું થાય. સ્થિતિ ઓછી અને રસ અનંતગુણો છે. પાપનાં કારણે રોકાયા તે પુન્યનાં કારણે એની મેળે ખડા થવાના. રસબંધમાં શુભને રસ તીવ્ર થાય. તે જેમ કષાયની શુદ્ધિ તેમ તીવ્ર શુભરસ. ટૂંકાણમાં આવે, જે અનિષ્ટ દૂર કરી શક્યા તો ઈષ્ટ આપોઆપ મળી જાય; જે આત્માને આવરણને દૂર ક્યો તો આત્માના ગુણોને પ્રગટ કરવામાં મહેનત પડતી નથી. કેવળ જ્ઞાનાદિક ગુણો હાજર જ છે, શાસ્ત્રકારે અહીં એક જ ગુણ લીધે. અનર્થહરણ કરનાર એવું સદ્ધર્મરત્ન તે મુકેલ છે, અનર્થનું હરણ થયું તો ઈષ્ટની પ્રાપ્તિ ઊભી જ છે. ખસેડયા ત્યાં સદ્દગતિ ઊભી જ છે. દુર્ગતિના કારણે કિયા તો સગતિ ઊભી જ છે. જેણે સંસારના કારણે ક્યા દુર્ગતિ રેકી તેણે સદ્ગતિ મેળવી. સાધુ સંસારી છતાં તેને સંસારી કેમ નથી કહેવાતા ?
સાધુ ખરી રીતે મિક્ષ નથી પામ્યા ત્યાં સુધી સંસારી છે, છતાં તમે સાધુને સંસારી કહેતા નથી. સાધુ પોતે પણ હું સંસારી છું, એમ કહેતા નથી. ગૃહસ્થને સંસારી વ્યવહાર કરે છે, તેવા મનુષ્યગતિ-જાતિવાળ શરીરવાલા કેવળજ્ઞાન નહીં પામેલા છતાં સાધુને સંસારી કહેતા નથી. કારણ એક જ. શત્રુનું લશ્કર ક્યાં સુધી ?
જ્યાં સુધી શત્રુના હાથમાં હથિયાર હોય ત્યાં સુધી, હથિયાર પડાવ્યા પછી એ કેદી, હથિયારની પેઠે કર્મરાજાના સંસારના હથિયારે તે સાધુઓએ મેલાવી દીધા. હવે સંસારના તાબાના નહીં, પણ સંસાર એની આગળ કેદી જે. હથિયાર કયા તે ધ્યાનમાં બે ચાહે જે શૂરવીર યેલ્વે સાધન વગર પિતાની બહાદુરીને શરમાવનારો થાય. તેથી જ પહેલવહેલાં રાજ્ય હથિયાર મેલાવી દે છે. હથિયાર મેલાવી દીધા પછી મેં મેં કરે તેમાં કંઈ વળે નહિં, સંખ્યામાં મોટી પ્રજા હોય પણ હથિયાર વગરની પ્રજા બેકડાના મતે મરે, તેમ કર્મરાજા,